તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બમ્પર આવક:ગોંડલમાં મરચાની મબલક આવકથી યાર્ડનું મેદાન, શેડ અને ગોડાઉન ટૂંકા પડ્યા, 70 હજારથી વધુ ભારીની આવક

રાજકોટએક મહિનો પહેલા
મબલક આવકથી યાર્ડનું મેદાન, શેડ અને ગોડાઉન ટૂંકા પડ્યા
  • ખેડૂતોને 2000થી લઇ 3500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યાં છે.

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી જણસીની ખરીદી કરવા લોકો અને વેપારીઓ આવી રહ્યા છે. ત્યારે રવિવારે યાર્ડના તંત્ર દ્વારા લાલ મરચાંની આવક શરૂ કરવામાં આવી હતી અને આજે સોમવારે ગોંડલીયા મરચાની 70 હજારથી પણ વધુ ભારીની બમ્પર આવક નોંધાઇ હતી. જેને પગલે માર્કેટિંગ યાર્ડનું મેદાન, શેડ અને ગોડાઉન પણ ટૂંકા પડ્યા હતા.

એક મણ મરચાનાં 2000થી લઈને 3500 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે
એક મણ મરચાનાં 2000થી લઈને 3500 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે

ખેડૂતોને 2000થી 3500 રૂપિયા સુધીનો ભાવ બોલાયો
ગોંડલનું મરચું સમગ્ર દેશમાં વખણાય છે, અને આ ગોંડલિયા મરચાને ખરીદવા માટે વેપારીઓ ગામેગામથી આવે છે. જેની આવી બમ્પર આવકને અનુરૂપ યાર્ડમાં આવેલા પ્રત્યેક ખેડૂતોને એક મણ મરચાનાં ​​2000થી લઈને 3500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા એટલી સરળ અને સહજ છે કે ખેડૂતોને એક પણ જાતની અડચણ ઉભી થતી નથી.

ખાનગી માલિકીના ખેતરમાં 20 હજારથી વધુ મરચાની ભારી રાખવામાં આવી
ખાનગી માલિકીના ખેતરમાં 20 હજારથી વધુ મરચાની ભારી રાખવામાં આવી

યાર્ડની બહાર ખાનગી માલિકીના ખેતરમાં 20 હજારથી વધુ મરચાની ભારી રાખવામાં આવી
ગોંડલ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ ત્યાં આવનાર પ્રત્યેક ખેડૂતોને પૂરતો સહયોગ આપે છે. મરચાની બમ્પર આવકથી સમગ્ર યાર્ડના ખૂણેખૂણા ભરાય ગયા હતા. માટે યાર્ડ તંત્ર દ્વારા યાર્ડની બહાર ખાનગી માલિકીના ખેતરમાં આશરે 20 હજારથી પણ વધારે મરચાની ભારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મરચું લઇને આવનાર ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા અને યાર્ડ તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે.

(હિમાંશુ પુરોહિત - ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો