સુવિધા:આરોગ્ય કેન્દ્રોમાં થશે એક્સ રે, ડી-ડાઈમર, ECG : હવેથી લોકોને મળશે સારી સુવિધા

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.81 કરોડ રૂપિયાના ખર્ચે મનપા મશીનરીઓની ખરીદી કરી રિપોર્ટ શરૂ કરશે
  • એક્સ​​​​​​​-રેનો ઉપયોગ ટીબીના નિદાન માટે થશે, હિમોગ્લોબિન સહિતની તપાસ વિનામૂલ્યે

રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર્સે પોતાના ભાગે આવતી ગ્રાન્ટ આરોગ્ય માટે ફાળવી હતી અને તેમાંથી 2.81 કરોડ રૂપિયાનો ખર્ચ સાધનોની ખરીદી માટે થશે જેમાં 2.47 કરોડ રૂપિયા લેબોરેટરીને લગતા સાધનો જ્યારે 34 લાખ રૂપિયા પ્રોજેક્ટર અને ટીવીની ખરીદી માટે થશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલના જણાવ્યા અનુસાર આરોગ્ય સુખાકારી વધે તે પ્રકારના ક્યા અને કેવા સાધનો ખરીદવા તે નક્કી કરી જેમ પોર્ટલ પરથી ખરીદી કરી ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે અને લોકોને તેનો લાભ મળશે.

મનપા જે સાધનો ખરીદવાની છે તેમાં 6 ફુલ્લી ઓટો એનાલાઈઝર મશીન છે જેમાં ડી-ડાઈમર અને સીઆરપી જેવા મોંઘા ટેસ્ટ થશે. આ ટેસ્ટ લોહીની ઘટ્ટતા અને ઈન્ફેક્શન લેવલ જણાવે છે જે રિપોર્ટ કોરોના સમયે ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત હિમોગ્લોબિન ચેક કરવાનું મશીન, ઈસીજી મશીન પણ છે જે પ્રથમ વખત મળશે અને આરોગ્ય કેન્દ્રમાં જ જરૂર પડ્યે ઈસીજીનો રિપોર્ટ કરી શકાશે. આ ઉપરાંત બે એક્સ રે મશીન મળશે જેમાંથી એક પોર્ટેબલ હશે.

આ એક્સ રે મશીનનો ઉપયોગ ટી.બી.ના નિદાન માટે થશે અને તેનાથી ટીબીના રોગ ઝડપથી શોધી શકાશે આ તમામ સાધનોને કારણે મનપાનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધશે સાથે સાથે એવા દર્દીઓ કે જેમની દવા આરોગ્ય કેન્દ્રમાં ચાલે છે પણ રિપોર્ટ કરવા સિવિલ અથવા તો ખાનગી લેબમાં જવું પડે છે તેમનો સમય અને ખર્ચ બંને બચશે.

મનપા આ સાધનોની કરશે ખરીદી
સાધનસંખ્યાકિંમત(લાખમાં)
બાઇનોક્યુલર માઈક્રોસ્કોપ235.75
સેલ કાઉન્ટર મશીન2380.5
ડિજિટલ એચ.બી. મશીન18411.96
ડિજિટલ બી.પી. મશીન1849.2
ઈ.સી.જી. મશીન2328.75
સેન્ટ્રીફ્યુજ મશીન232.3
ડોમેસ્ટિક ફ્રીઝ235.75
ઓટો એનાલાયઝર મશીન648
ડિજિટલ એક્સ-રે મશીન15
મોબાઈલ એક્સ-રે મશીન150

આરોગ્ય કેન્દ્રમાં ટી.વી. અને માઈક સિસ્ટમ
તમામ આરોગ્ય કેન્દ્રોમાં હવે માઈક સિસ્ટમ ફિટ કરાશે આ ઉપરાંત આરોગ્યલક્ષી માહિતી ઓપીડીના વેઈટિંગ એરિયામાં મળી રહે તે માટે 55 ઈંચના ટી.વી. તેમજ જરૂર પડ્યે લોકજાગૃતિ માટે અલગ અલગ સ્થળોએ પ્રેઝેન્ટેશન માટે પ્રોજેક્ટરની પણ ખરીદી થશે.

અન્ય સમાચારો પણ છે...