તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બિલમાં ખોટા વાહન નંબરનો સમિતિની તપાસમાં ઘટસ્ફોટ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરે જે લખ્યું તેવું જ બહાર આવ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યાના અહેવાલના આધારે તપાસ કમિટીની તપાસ શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના જ ઓડિટરે તૈયાર કરેલી માટી કૌભાંડની ફાઈલમાં પણ ‘દિવ્ય ભાસ્કરે’ પ્રકાશિત કરેલા અહેવાલના કટિંગ સામેલ કરાયા છે. તપાસ સમિતિએ પ્રથમ દિવસે માટી કૌભાંડ સંબંધિત તમામ દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં પણ બિલમાં કોન્ટ્રાક્ટર દ્વારા 963 ફેરા દર્શાવ્યા હોવાનું અને ટ્રેક્ટરનો નંબર ખોટો હોવાની પુષ્ટિ કરી છે.

જોકે આ સમગ્ર કૌભાંડમાં કોણ જવાબદાર છે તે અંગે હજુ નક્કી કરી શકાયું નથી પરંતુ હવે પછી આવતા સપ્તાહે મળનારી તપાસ સમિતિની બીજી મિટિંગમાં કોન્ટ્રાક્ટર અને જેને ફેરા ગણવાની કે મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપી હતી તેમના નિવેદન લેવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા માટી કૌભાંડમાં બુધવારે તપાસ સમિતિની પ્રથમ મિટિંગ મળી હતી.

સમિતિના અધ્યક્ષ અને સિન્ડિકેટ સભ્ય ડો. ભાવિન કોઠારી, ડૉ. ભરત રામાનુજ, હરદેવસિંહ જાડેજા, ઓડિટર લીનાબેન ગાંધી અને આર્કિટેક્ટ ફેકલ્ટીના ડીન ડો.દેવાંગ પારેખની મળેલી મિટિંગમાં ઓડિટરે આ સમગ્ર કૌભાંડની તૈયાર કરેલી ફાઈલની ચકાસણી કરી હતી, કોન્ટ્રાક્ટરના બિલો ચેક કર્યા હતા, બિલમાં 963 ફેરા લખ્યા હોવાની અને બિલમાં વાહન નંબરમાં ટ્રેક્ટરના બદલે કારના નંબર હોવાની પુષ્ટિ કરી હતી. હવે પછીની મિટિંગમાં 963 ફેરા માટી ક્યાંથી આવી, દરેક ફેરા કોણે ગણ્યા, 963 ફેરા ખરેખર કર્યા છે કે કેમ તે અંગેની તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...