સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજી માટી કૌભાંડના પડઘા શાંત થયા નથી ત્યાં વધુ એક કૌભાંડની શંકા સેવાય રહી છે. અમરેલીની નૂતન કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી ઉદય ગજેરાએ કુલપતિને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગે હલકી ગુણવત્તાના ટ્રેકશૂટ આપ્યા છે. યોગાસન સ્પર્ધા પૂર્ણ થયા બાદ 8 મહિને રમતવીરોને ટ્રેકશૂટ મળ્યા હતા. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતાં ટ્રેકશૂટ પણ રમતવીરો અને ટીમો વચ્ચે ભદભાવ રાખવામાં આવે છે.
યોગાસન સ્પર્ધા પુરી થયાના 8 મહિને ટ્રેકશૂટ મળ્યા
ઉદય ગજેરાએ ફરિયાદમાં વધુ લખ્યું છે કે, હું 2019-20ના વર્ષમાં નૂતન કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન મારી યોગાસન આંતર યુનિવર્સિટી ટીમમાં પસંદગી થઈ હતી. આથી હું ક્રિષ્ના ડિસ્ટ્રીક્ટ ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયો હતો. સ્પર્ધાના સમય પર અમને યુનિવર્સિટી તરફથી કોઇ પણ કીટ અને ટ્રેકશૂટ મળ્યા નહોતા. સ્પર્ધા પુરી થયાના 8 મહિના બાદ મને અને મારી ટીમને ટ્રેકશૂટ અને કીટ મળ્યા હતા.
અન્ય ટીમના ખેલાડીઓને સારી કંપનીના ટ્રેકશૂટ આપ્યા
વધુમાં લખ્યું છે કે, મને અને મારી ટીમને આપવામાં આવેલા ટ્રેકશૂટ અને કીટ હલકી ગુણવત્તાવાળા અને સસ્તા ભાવના છે. જ્યારે અન્ય ટીમના ખેલાડીઓને સારી કંપનીના અને સારી ક્વોલિટીના ટ્રેકશૂટ અને કીટ આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જ બે અલગ અલગ રમતના ખેલાડીઓને અલગ અલગ ભાવના ટ્રેકશૂટ આપી આવો ભેદભાવ શા કરાણે કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.