• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Writer director Rajkumar Santoshi, Who Wrote Dialogues Like 'Tarikh Pay Tarikh', Appeared In Rajkot Court Himself, The Date Fell In The Check Return Case.

ચુકાદો ઠેલાયો:'તારીખ પે તારીખ' જેવા સંવાદો લખનાર લેખક-દિગ્દર્શક રાજકુમાર સંતોષી ખુદ રાજકોટની અદાલતમાં હાજર થયા, ચેક રિટર્નના કેસમાં તારીખ પડી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકુમાર સંતોષીની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
રાજકુમાર સંતોષીની ફાઈલ તસ્વીર
  • - કોર્ટ દ્વારા મુદત પડતાં આગામી 5મી ઓકટોબરે ફરી રાજકોટ આવશે - અંદાઝ આપના આપના, અજબ પ્રેમ કી ગજબ કહાની, ઘાતક, દામિની, ઘાયલ, ખાખી, ચાઇના ગેટ સહિત અનેક ફિલ્મોમાં આપ્યું છે ડાયરેકશન

'તારીખ પે તારીખ મિલતી હૈ મગર ઇન્સાફ નહીં મિલતા' સની દેઓલના મુખે વર્ષ 1993માં આવેલી ફિલ્મ દામિનીનો સંવાદ તો તમે અનેકવાર સાંભળ્યો હશે. આ ધારદાર સંવાદ લખનાર લેખક-દિગ્દર્શક રાજકુમાર સંતોષી આજે ખુદ રાજકોટની અદાલતમાં હાજર થયા હતા. તેમને ચેક રીટર્નના કેસમાં રાજકોટની કોર્ટ હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેના સંદર્ભે તેઓ રાજકોટની કોર્ટમાં હાજર થયા હતા.

બીજી ફલાઇટ પકડીને રાજકોટ આવ્યા હતા
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એક બિલ્ડર અને ફિલ્મ જગત સાથે સંકળાયેલ ફરીયાદી દ્વારા ચેક રીટર્ન અંગે કરેલ ફરીયાદના કામે મુંબઇના જાણીતા ફિલ્મ પ્રોડયુસર રાજકુમાર સંતોષી આજે રાજકોટની કોર્ટમાં એફ.એસ.ફાયનલ સ્ટેટમેન્ટ આપવા માટેની મુદત મુકરર થયેલ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રાત્રે રાજકુમાર સંતોષી રાજકોટ આવવા માટે મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતાં. પરંતુ તેઓની ફલાઇટ કેન્સલ થયેલ જેથી તેઓ બીજી ફલાઇટ પકડીને આજે રાજકોટ આવેલ હતાં.

કોર્ટમાં હાજરી પુરાવીને મુંબઇ પરત રવાના થયા
રાજકુમાર સંતોષીના વકીલ બિનેશ પટેલનો સંપર્ક સાંધતા તેઓએ જણાવેલ કે, આજે તેઓ કોર્ટમાં હાજર થયા હતાં અને મુદત પડતાં હવે ફરી તા. પ મી ઓકટોબરના રોજ હાજર થશે. દરમ્યાન મળતી માહિતી મુજબ કોર્ટ દ્વારા આગામી તા.5 ઓકટોબરની આગામી મુદત આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. તેથી આજે કોઇ કોર્ટવાહી થઇ શકે તેમ ન હોય કોર્ટમાં હાજરી પુરાવીને મુંબઇ પરત રવાના થયેલ હતાં. તેમણે અત્યાર સુધીમાં અંદાઝ આપના આપના, અજબ પ્રેમ કી ગજબ કહાની, ઘાતક, દામિની, ઘાયલ, ખાખી, ચાઇના ગેટ સહિત અનેક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.

ઘાયલ-દામીની જેવી જાણીતી ફિલ્મો બનાવી છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજકુમાર સંતોષી અને રાજકોટના બિલ્ડર વચ્ચે છેલ્લા ઘણાં સમયથી કાનુની વિવાદ ચાલી રહયો છે. આ અગાઉ પણ રાજકુમાર સંતોષી કોર્ટ મુદતે હાજર થયા હતાં રાજકુમાર સંતોષી દ્વારા ફિલ્મ અભિનેતા સની દેઓલને લઇને ઘાયલ-દામીની જેવી જાણીતી ફિલ્મો બનાવી છે.આ કામમાં રાજકુમાર સંતોષી વતી એડવોકેટ બિનેશ પટેલ રોકાયા છે. જયારે બિલ્ડર વતી પ્રવિણભાઇ કોટેચા રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...