તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાઘડીમેન:સોમનાથ-મહાકાલેશ્વર દાદાને પહેરાવાતી પાઘડી રાજકોટની, લંડન, USA, જર્મની અને જાપાનમાં પણ પ્રખ્યાત, યુવાન 10થી 90 ઇંચ સુધીની પાઘડી બનાવે છે

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટના યુવાને તૈયાર કરેલી પાઘડી સોમનાથ અને મહાકાલેશ્વર મહાદેવને પહેરાવાય છે.
  • વિશ્વમાં ઠેર-ઠેરથી ઓર્ડરો મળતા થયા, પત્ની સિવવાનું અને ડેકોરેશનનું મહત્વનું કામ સંભાળેઃ યુવાન

રંગીલું રાજકોટ હંમેશા કંઈક નવું અને અલગ કરવા માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીંની અનેક વસ્તુઓએ વિશ્વમાં ખાસ પ્રસિદ્ધી મેળવી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે શહેરનાં એક યુવક દ્વારા બનાવવામાં આવતી પાઘડીઓ પણ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. આ પાઘડીઓ સોમનાથ- મહાકાલેશ્વર સહિતનાં જ્યોતિર્લિંગ અને દેશભરનાં વિવિધ મંદિરો ઉપરાંત લંડન, જર્મની, અમેરિકા અને જાપાન સહિતના વિશ્વનાં અનેક દેશોમાં મોકલવામાં આવે છે. આ તમામ દેશોમાં અહીંની પાઘડીએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજકોટનો યુવાન 10થી 90 ઇંચ સુધીની પાઘડી બનાવે છે.

દર મહિને 25 જેટલી પાઘડી ઉજ્જૈન જાય છેઃ યુવાન
ઉજ્જૈનનાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ખાતે સૌપ્રથમ પાઘડી મોકલનાર અંકુરભાઈ વાઢેર જણાવે છે કે, આ આપણું સદભાગ્ય છે કે, ઉજ્જૈનમાં જ્યારથી પાઘડી ચડાવવાની શરૂઆત થઈ છે. ત્યારથી સૌપ્રથમ પાઘડી રાજકોટનાં એક ભક્ત મારફત મારી પાઘડી ત્યાં પણ પહોંચી હતી. અને ત્યારબાદ હવે ટ્રાન્સપોર્ટ મારફત દર મહિને 25 જેટલી પાઘડીઓ ત્યાં જાય છે. અને ત્યાંની લોકલ બજારમાં પણ અહીંની પાઘડી વેંચાય છે.

ઓનલાઇન સાઇટ પર ઓર્ડર આવવા લાગ્યા.
ઓનલાઇન સાઇટ પર ઓર્ડર આવવા લાગ્યા.

તમામ પ્રોડક્ટ ઇન્ડિયામાર્ટમાં અપલોડ કરી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સિવાય સોમનાથ જ્યોતિર્લિંગ અને મધ્યપ્રદેશ-હિમાચલ પ્રદેશ સહિતનાં વિવિધ મંદિરોમાં પણ અહીંથી પાઘડીઓ મોકલવામાં આવે છે. જેમાં 10 ઇંચથી લઈને 90 ઇંચ સુધીની પાઘડીઓ બનાવવામાં આવે છે. આ સિવાય મારી તમામ પ્રોડક્ટ ઇન્ડિયામાર્ટમાં અપલોડ કરેલી છે. તેમજ ઘનશ્યામ મહારાજનો સંપૂર્ણ શણગાર પણ ઓનલાઈન માધ્યમથી અનેક હવેલીઓમાં જાય છે.

હનુમાનદાદા માટે પણ પાઘડી બનાવે છે.
હનુમાનદાદા માટે પણ પાઘડી બનાવે છે.

પાઘડી બનાવવામાં પત્નીનો સિંહફાળો
પોતાની આ સિદ્ધિનો શ્રેય પત્નીને આપતા તેમણે કહ્યું હતું કે, આ કામ પાછળ મારી પત્નીનો ખૂબ જ મોટો ફાળો છે. સિવવાનું અને ડેકોરેશનનું મહત્વનું કામ તે સંભાળે છે. જેના કારણે મારી આ પાઘડીઓ લંડનનાં લેસ્ટ, યુએસએ, જર્મની જાપાન સહિતનાં સ્થળોમાં પ્રખ્યાત બની છે. અને વિશ્વમાં ઠેર-ઠેરથી ઓર્ડરો મળતા થયા છે. ઉપરાંત લગ્ન પ્રસંગોમાં પણ વરરાજા અને મહેમાનો માટે અમારી પાઘડીઓનું લોકો એડવાન્સ બુકિંગ કરાવે છે.

ઘનશ્યામ મહારાજ માટે આકર્ષક પાઘડી બનાવે છે.
ઘનશ્યામ મહારાજ માટે આકર્ષક પાઘડી બનાવે છે.
સોમનાથ મહાદેવ અને મહાકાલેશ્વર મહાદેવને પહેરાવાતી પાઘડી રાજકોટથી જાય છે.
સોમનાથ મહાદેવ અને મહાકાલેશ્વર મહાદેવને પહેરાવાતી પાઘડી રાજકોટથી જાય છે.