તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ મંદિર નિર્માણની તૈયારી:રાજકોટમાં VHPના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું- દેશના 5 લાખથી વધુ ગામડાઓમાં જઈ 65 કરોડ લોકો પાસેથી રામ મંદિર નિર્માણ માટે દાન એકત્ર કરાશે

રાજકોટ2 મહિનો પહેલા
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને રાજકોટમાં VHPની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. - Divya Bhaskar
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને રાજકોટમાં VHPની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
 • સૌરાષ્ટ્ર પ્રાંતના 18 જિલ્લાના 6 હજાર ગામડાઓમાં 40 લાખ કાર્યકરો દાન એકત્ર કરવા જોડાશે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ક્ષેત્ર મંત્રી અશોક રાવલ અને રાષ્ટ્રીય પ્રવક્તા દેવજી રાવત ઉપસ્થિત રહ્યાં હતા. દેવજી રાવતે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં દેશના 5 લાખથી વધુ ગામડામાં જઈ 65 કરોડ લોકો પાસેથી દાન એકત્ર કરવામાં આવશે. આ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિસંગ્રહ સમિતિની રચના કરવામાં આવી છે.

આ કાર્યમાં તમામ ધાર્મિક સંસ્થાઓ જોડાશે
દેવજી રાવતે વધુમાં જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ માટે લોકોમાં ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે. દેશના 5 લાખ કરતા વધુ ગામડાઓના 65 કરોડ લોકો પાસેથી દાન એકત્ર કરવામાં આવશે. આગામી 15 જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વ થી 27 ફેબ્રુઆરી માઘપૂર્ણિમા સુધી અભિયાન ચાલાવવામાં આવશે. જેમાં તમામ ધાર્મિક સંસ્થાઓ, મઢ, મંદિરો, RSS તથા વિચાર ક્ષેત્રની તમામ સંસ્થાઓ જોડાશે. વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના 18 જિલ્લાના 6 હજાર ગામડાઓમાં 40 લાખ કાર્યકરો નિધિ સંગ્રહ કરવા જોડાશે.

નાનામાં નાનો મજૂર પણ પોતાનું યોગદાન આપી શકે છે
દેવજી રાવતે વધુમાં જણાવ્યું હતું કે, 5 લાખ ગામડાની અંદર નાનામાં નાનો મજૂર અને ખેતી સાથે સંકળાયેલા લોકો પણ રામ મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે છે. લોકો વિના સંકોચે દાન આપે તેવી અપીલ છે. રામ મંદિર નિર્માણમાં દેશના ગામડાઓના લોકોનું પણ યોગગદાન મહત્વપૂર્ણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો