તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટમાંથી થતા કામોને હવેથી વહીવટી મંજૂરીની જરૂર નહીં પડે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતના બજેટમાં અન્ય ખર્ચના હેડ હેઠળ 25 લાખની જોગવાઈ

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ સામાન્ય સભા મળી હતી. સાથો-સાથ સભામાં પંચાયતનું બજેટ સર્વાનુમતે પસાર પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, સ્ટેમ્પ ડ્યૂટીની 74283 લાખ ગ્રાન્ટમાંથી કરવામાં આવતા કામોને હવે સૈધાંતિક અને વહીવટી મંજૂરીની જરૂર નથી. સામાન્ય સભા પૂર્વેજ વિકાસ કામો શરુ થઇ શકશે. બીજી તરફ બજેટમાં જિલ્લા પંચાયતના અન્ય ખર્ચના હેડ હેઠળ અધધ 25 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી ક્યાં કામો કરવામાં આવશે તે કોઈને પણ ખ્યાલ નથી.

ત્યારે ગત નિર્ધારિત કરેલા બજેટમાં દેખીતી રીતે નજીવો ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં સહીદ સૈનિકોના પરિવારને 1 લાખના બદલે 2 લાખ અને જીલ્લા પંચાયતના અન્ય ખર્ચ માટે 25 લાખની જોગવાઈ પણ કરવામાં આવી હતી. બીજી તરફ પ્રથમ સામન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી 2 મુખ્ય ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવાના ઠરાવ પર મંજુરીની મહોર લગાડવામાં આવી હતી, જયારે સિંચાઈ શાખાના પાંચ લાખ સુધીની રકમના ટેન્ડર ન કરવાના ઠરાવને પણ બહાલી આપવામાં આવી હતી.

નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા સિંચાઈ પંચાયત વિભાગ દ્વારા જે કામોની સૈધાંતિક મંજુરી આપવામાં આવે છે તેમાં શરતો મુજબ તળાવો,નાની સિંચાઈ યોજના, ચેકડેમ રીપેરીંગ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે, 5 લાખથી ઓછી રકમના કામો કરવામાં ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે, જેના કારણે ઘણી ખરી વખત વિલંબ પણ થાઈ છે.

ત્યારે આ પ્રકારના નાના કામો માટે ટેન્ડર પ્રક્રિયા ન કરવી પડે તે માટે ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા 5 લાખ કે તેનાથી નીચેની રકમના વિકાસ કામો વિના ટેન્ડર જીલ્લા અને તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સોપવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે.જીલ્લા પંચાયતના બજેટમાં જે મુખ્ય મુદાઓ પરજો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો, પ્રાથમિક શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન, તથા તે અંગેની મશીનરી ખરીદવા 25 લાખની જોગવાઈ કરેલી છે.

જયારે નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી માટે 5 લ્કાહ, જરૂરિયાત વાળી આંગણવાડી જ્યાં નવા દરવાજા બનાવાના હોઈ તે માટે 24 લાખ, પાક નિદર્શન તથા ખેતી વિષયક પ્રચારક હરીફાયો માટે 3 લાખ, સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવા માટે 65 લાખ, તળાવો, નહેરોના દેખરેખ હેઠળના કામો માટે 50 લાખ, વરસાદી પાણીના સંગ્રહ માટે ગ્રામ્ય કક્ષાના કામો માટે 25 લાખ, બિન પરંપરાગત ઉર્જાના સાધનો માટે 15 લાખ, જીલ્લા પંચાયત દ્વારા સીસીટીવી માટે 5 લાખ, ઘન કચરાના નિકાલના યાંત્રિક સાધનો માટે 5 લાખ, જેવી અનેક જોગવાઈ ને મંજુરી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો