• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Workers At The Factory At Dhoraji's Vegdi GIDC Warmed Up To Escape The Cold, Sparks Flew And A Fire Broke Out In The Raw Material.

તણખલાએ આગ લગાડી:ધોરાજીના વેગડી GIDC ખાતે કારખાનામાં મજૂરોએ ઠંડીથી બચવા તાપણું કર્યું, તણખું ઉડીને રો-મટીરિયલમાં પડતા આગ ભભૂકી

ધોરાજી16 દિવસ પહેલા
ધોરાજી નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
  • ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા 3 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો સતત ચલાવી આગ પર કાબુ મેળવ્યો

રાજકોટ જિલ્લાના ધોરાજીના વેગડી GIDC ખાતે આવેલ હરીઓમ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મોડી રાત્રે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લગતા પ્લાસ્ટિકના રો મટીરીયલ જથ્થો સળગી જતા 15થી 17 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે જો કે ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા 3 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો સતત ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વેગડી GIDC માં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. GIDC વિસ્તારમાં આવેલ હરિઓમ પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરોએ ઠંડીથી બચવા તાપણું કર્યું હતું જે તણખું ઉડીને બાજુમાં પડેલ રો મટીરિયલમાં પડતા આગ લાગી હરિ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અચાનક આગ લાગતા ની સાથર કારખાનામાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી.

આગ લાગવાના પગલે કોઈ જાનહાની થવા પામી નથી
આગ લાગવાની જાણ થતાની સાથે જ ધોરાજી નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાના પગલે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ કારખાનેદારને 15થી 17 લાખ રૂપિયાનું નુકસાન થવાનું સામે આવી રહ્યું છે.