તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:શ્રમિકનું આંચકી આવ્યા બાદ ગટરમાં પડી જવાથી મોત

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જંગલેશ્વર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકનું આંચકી આવ્યા બાદ ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું છે. રાધાકૃષ્ણનગર-18માં રહેતો મૂળ બિહારનો મીતલેશ વિષ્ણુભાઇ શર્મા નામનો શ્રમિક સોમવારે કારખાને કામે ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો. એકનો એક પુત્ર રાત સુધી ઘરે નહીં આવતા પિતા વિષ્ણુભાઇએ તેના મોબાઇલ પર સંપર્ક કર્યો હતો, પરંતુ મોબાઇલ બંધ આવતો હતો. પુત્રને શોધવા આખી રાત વિસ્તારમાં શોધખોળ કરી હતી.

દરમિયાન સવારે મીતલેશ ઘર નજીક જ આવેલી ગટર પાસે બેભાન હાલતમાં પડ્યો હોવાની પાડોશીએ વિષ્ણુભાઇને જાણ કરતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને 108ને જાણ કરી હતી, પરંતુ મીતલેશને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું. મીતલેશને આંચકીની બીમારી હતી. ગઇકાલે કારખાનેથી ઘરે આવતી વેળાએ આંચકી આવ્યા બાદ તે ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હોવાની પિતાએ શંકા વ્યક્ત કરી છે.

રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં રહેતા મહેશ પ્રફુલ્લભાઇ ઉગરેજા નામના યુવાને તેના ઘર પાસે આવેલા ચાર માળના બિલ્ડિંગ પરથી પડતું મૂકતા મોત નીપજ્યું છે. પ્રદ્યુમ્નનગર પોલીસની તપાસમાં બે બહેનનો એકનો એક ભાઇ મહેશને ગાંજાનો નશો કરવાની ટેવ હતી. કંઇ કામ ધંધો કરતો ન હતો. દરમિયાન ગઇકાલે ગાંજાનો નશો કરી ઘર પાસે આવેલા ગોકુલ એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પડતું મૂકી દીધાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો