તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:રાજકોટ-અમદાવાદ સિક્સલેન નેશનલ હાઇવેની બામણબોર સુધીની કામગીરી ડિસે.2021 સુધીમાં પૂર્ણ કરાશે, કલેક્ટરની હાજરીમાં બેઠક મળી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઇ. - Divya Bhaskar
કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઇ.
  • કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇ વે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

રાજકોટ- અમદાવાદ નેશનલ હાઇ વે પર ચાલી રહેલા સિક્સ લેનનું કામ જેટગતિ હેઠળ છે. રાજકોટથી બામણબોર સુધીના 30.58 કિ.મી.ના રસ્તાનું કામ ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવા રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સૂચના આપી હતી. આ અંગે કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બે ફ્લાયઓવર સિવાયની કામગીરી પૂર્ણ કરવા સૂચના
કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે આજે છ માર્ગીય રસ્તાના પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટરે અત્યાર સુધી થયેલી કામીગીરી અને હાથ ધરવાની અન્ય કામગીરી અંગે વિગતો જાણી આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે ડિસેમ્બર 2021 સુધીમાં બે ફ્લાયઓવર સિવાયની કામગીરી પૂર્ણ કરવા ઉપસ્થિત રહેલા એજન્સીના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જણાવ્યું હતું.

એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે
હિરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સુધી હાઇવે પરથી જવા માટે કેટલીક કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક છે. જેમાં હિરાસર એરપોર્ટ ફ્લાયઓવર ટેન્ડર પ્રકિયા નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ એક વર્ષમાં કામ પૂર્ણ કરવામાં આવશે. આ બેઠકમાં અધિક કલેક્ટર કેતન ઠક્કર, નેશનલ હાઇવેના કાર્યપાલક ઇજનેર એચ.યુ. પટેલ સહિતના અધિકારીઓ અને એજન્સીના કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યાં હતા.