કામગીરીનો ધમધમાટ:વર્ષનું કામ એક જ માસમાં, માર્ચ એન્ડિંગને કારણે આઈટી ઓફિસમાં રાત સુધી કામગીરી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાણાકીય વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે. માર્ચ એન્ડિંગમાં આખા વર્ષનું કામ કરવામાં આવશે. ટાર્ગેટ, વસૂલાત, એસેસમેન્ટ વગેરે સમયસર પૂરા થઈ જાય તે માટે હાલ રાજકોટ આવકવેરા વિભાગની ઓફિસમાં મોડીરાત સુધી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

સૌથી મોટો પડકાર એસેસમેન્ટ પૂરા કરવા માટેનો છે. ફેસલેસ એસેસમેન્ટ હોય કેટલાક જવાબ અને ખુલાસા ઓનલાઇન આપવામાં બહુ સમય નીકળી જાય છે અને દરેક જવાબ ઓનલાઇન આપવા શક્ય છે નહિ માટે સૌથી વધુ તકલીફ પડી રહી છે.

તેવામાં કયારેક ચાલુ કામગીરીએ સર્વરની સમસ્યા પડતી હોવાનું કરદાતાઓ જણાવી રહ્યા છે. જ્યારે સર્વરની સમસ્યા ઊભી થાય ત્યારે બધી કામગીરી એકડે એકથી કરવી પડે છે અને તેને કારણે સમયનો પણ બગાડ થાય છે. અત્યારે નોટબંધી, ખરીદ વેંચાણ ,રોકડ વગેરેના વ્યવહારોની ચકાસણી ચાલી રહી છે. કેટલાક કિસ્સામાં જૂના ખર્ચ અને રોકાણ માટેની સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...