રાજકોટની અનોખી ‘આસ્થા’:22 વર્ષમાં 34 ગોલ્ડ, 15 સિલ્વર, 29 બ્રોન્ઝ જીત્યાં; નાની ઉંમરે સ્વિમિંગ ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર વખત સમુદ્ર સ્વિમિંગ સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂકી છે

રાજકોટ શહેરમાં રહેતી માત્ર 22 વર્ષની આસ્થા ઠાકર નામની સ્વિમરે મોટી સિદ્ધિ મેળવી છે. તેમણે રાજ્યકક્ષાએ 34 ગોલ્ડ મેડલ, 15 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ તેમજ નેશનલ લેવલે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે. ભણતરની અને ખેલાડીની બેવડી જવાબદારી સાથે વર્ષ 2010થી સ્વિમિંગની નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઇને 11 વર્ષના સંઘર્ષ બાદ સ્વિમિંગની સ્પર્ધામાં 80 મેડલ જીત્યાં છે. ચાર વખત સમુદ્ર સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂકી છે. જેમાં નેવી ડેના દિવસે યોજાનારી 6 કિ.મી.ની સ્પર્ધાનો પણ સમાવેશ છે. તેણે સ્વિમિંગ ક્ષેત્રે લાઈફ સેવિંગ કોર્સ અને NIS કોર્સ પણ કર્યો છે. લાઈફ સેવિંગ કોર્સમાં અન્યને બચાવવા, ફર્સ્ટ એઈડની બાબતો શીખવાડવામાં આવે છે. તેમજ NIS કોર્સ એ સ્વિમિંગ સેન્ટરમાં કોચ તરીકે ફરજ બજાવવા માટે ઉપયોગી છે.

સ્પેનમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું
નેશનલ ગેમમાં એક પછી એક મેડલો જીત્યા બાદ તેમનું સિલેક્શન ઇન્ટરનેશનલ સ્વિમિંગ સ્પર્ધામાં થયું હતું. તેમણે વર્ષ 2017માં ઇન્ટરનેશનલ સ્વિમિંગ સ્પર્ધા માટે ભારત દેશ તરફથી સ્પેનમાં સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેની સાથે દેશમાંથી 8 ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જ્યારે ગુજરાતમાંથી માત્ર આસ્થા ઠાકરે ભાગ લીધો હતો.

સ્વિમિંગમાં જોડાયા બાદ જીવન બદલાયું
વર્ષ 2008થી સ્વિમિંગ કરવાની શરૂઆત કરી. વર્ષ 2010થી ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી હું રાજ્યકક્ષા, નેશનલ તેમજ છેલ્લે સ્પેનમાં યોજાનારી સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂકી છું. - આસ્થા ઠાકર, સ્વિમર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...