વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સામાજિક સંસ્થા સાથે સંકળાયેલાં અને સેલિબ્રિટી એવાં રીવાબાના મનની વાત કરવી છે. રીવાબા ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં પત્ની છે. મહિલા દિવસ માટે DivyaBhaskar સાથે રીવાબાએ એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં આઈશાના આપઘાતનો કિસ્સો બહુ જ શરમજનક બાબત છે. આ વાતથી હું ખૂબ જ દુઃખી છું કે આવું ન થવું જોઇએ. આઈશા ખૂબ જ સારી વ્યક્તિ હતી, મેં ખુદ તેમનો વીડિયો જોયો છે.
દિવ્યભાસ્કરઃ મહિલા દિવસને તમે કઈ રીતે ઊજવશો?
રીવાબાઃ ઉજવણીની વાત કરું તો મારું આખું અઠવાડિયું સેટ છે. સારા સારા કાર્યક્રમમાં ભાગ લેવાના છીએ. વર્લ્ડ વુમન્સ ડે પર હું કોઇ એક વાતનો સંકલ્પ કરું છું, જેમ કે રોડ પર કચરો ન ફેંકવો જોઇએ, બહુ જજમેન્ટલ ન બનવું, બહુ ક્રિટીસાઇઝ ન બનવું, એટલે કે સારા બધા વિચારો હોય એ હું એડોપ્ટ કરવાની કોશિશ કરું છું. મહિલા દિવસ તો એક બહાનું છે, પરંતુ આ બધું તો કરવાનું જ હોય છે.
દિવ્યભાસ્કરઃ આ મહિલા દિવસે શું સંકલ્પ કરવાના છો?
રીવાબાઃ આ મહિલા દિવસે હું એવો સંકલ્પ કરીશ કે બહુ જજમેન્ટલ નહીં બનું, ન્યુટ્રલાઇઝ માઇન્ડ અને બેલેન્સ સાથે લાઇફને મૂવમેન્ટ કરીશ.
દિવ્યભાસ્કરઃ મહિલા પર અત્યાચાર વધે છે તો શું કહેશો
રીવાબાઃ સામાન્ય રીતે બધા વાયલન્સ છે; એ બધાં ડોમેસ્ટિક વાયલન્સ છે. ખાસ કરીને આ ન થવું જોઈએ. પ્રશાસનમાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એની પણ આમાં અગત્યની કામગીરી આવી જાય છે. ઘણી મહિલાઓ ચૂપ બેઠી હોય છે તો હું તેને કહીશ કે તમે ખુલ્લા મને વાત કરો. સામાન્ય રીતે બહારનાં વાયલન્સ છે; એને આપણે પોલીસમાં ફરિયાદ કરીને પણ શોર્ટઆઉટ કરી શકીશું, પરંતુ મેઇન ડોમેસ્ટિક વાયલન્સ છે, એની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો પણ જરૂરી છે. એના માટે તમે નિયર એન્ડ ડિયર સાથે વાત કરો તેમજ સામાજિક સંસ્થાઓ છે એનો સંપર્ક કરો. આ બધું બોલવામાં સરળ છે, પણ કરવાની વાત આવે ત્યારે ઘણું મુશ્કેલ છે. આ માટે અમારી કરણીસેનાની ટીમ આવી મહિલાઓને મદદરૂપ થવા તત્પર છે.
દિવ્યભાસ્કરઃ અમદાવાદમાં આઈશાના કિસ્સાને કેવી રીતે જુઓ છો?
રીવાબાઃ બહુ જ શરમજનક બાબત છે. આ વાતથી હું ખૂબ જ દુઃખી છું કે આવું ન થવું જોઇએ. આઈશા ખૂબ જ સારી વ્યક્તિ હતી, મેં ખુદ તેનો વીડિયો જોયો છે, પરંતુ તેણે પોતાનાં પરિવારજનો સાથે વાત કરી આ મુદ્દે નિવેડો લાવવાની કોશિશ કરવી જોઇતી હતી. સામાજિક સંસ્થાની પણ મદદ લઇ શકત. તેનાં મમ્મી-પપ્પાએ બહુ જ સમજાવાની કોશિશ કરી હતી અને આવું પગલું ભરવાની ના પાડતાં હતાં. આમ છતાં તેણે આત્મહત્યાનું પગલું ભર્યું એટલે હું આવી ઘણી બહેન-દીકરીઓ છે જેઓ અંગત રીતે દુઃખી હોય, પીડાતી હોય તો તેમણે નજીકનાં પરિવારજનની મદદ લઇ પોતાની મનની વાત રજૂ કરવી જોઈએ.
દિવ્યભાસ્કરઃ પતિ, રવીન્દ્ર જાડેજાની સૌથી વધુ અને સૌથી ઓછી ગમતી બાબત કઈ?
રીવાબાઃ સૌથી વધારે મને ગમતી બાબત એ છે કે પ્રેમની વાતમાં બહુ એક્સપ્રેસિવ નથી, પરંતુ ધ્યાન રાખવામાં કે મારી કોઈ વિશ હોઈ એ સાયલેન્ટલી પૂરી કરવામાં હંમેશાં તેમના પ્રયત્નો રહ્યા હોય છે. બીજું એ કે તેમને ક્રિકેટ પ્રત્યે બહુ ફોકસ છે એ વાત મને ગમે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.