જાહેરાત:કાલે ભાઇબીજના દિવસે રાજકોટ સિટી બસ અને BRTSમાં મહિલાઓ ફ્રી મુસાફરી કરી શકશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
બી.આર.ટી.એસ. બસની ફાઇલ તસવીર. - Divya Bhaskar
બી.આર.ટી.એસ. બસની ફાઇલ તસવીર.
  • મેયર અને મનપા કમિશનરે બહોળી સંખ્યામાં મહિલાઓ ફ્રી બસ સેવાનો લાભ લેવાની અપીલ કરી

રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પૂરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહ્યું છે. બંને બસ સેવાનો હાલ 40 હજારથી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે આવતીકાલે શનિવારે ભાઇબીજના પવિત્ર તહેવારના દિવસે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી શકશે તેવી જાહેરાત મનપા દ્વારાકરવામાં આવી છે.

પુરૂષ મુસાફરોએ રાબેતા મુજબ ટિકિટ લેવાની રહશે
આવતીકાલે શનિવારના રોજ ભાઇબીજ નિમિત્તે આ બંને બસ સેવાનો વધુને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ માટે ભાઇબીજ નિમિત્તે ફ્રી બસ સેવા પૂરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે. કાલે દિવસ દરમિયાન કોઇ પણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા મુસાફરો ફ્રીમાં મુસાફરી કરી શકશે. જ્યારે પુરૂષ મુસાફરોએ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટિકિટ લેવાની રહેશે.

બહોળી સંખ્યામાં મહિલાઓ આ સેવાનો લાભ લે તેવો અનુરોધ
આ અંગે આજે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદીપ ડવ અને કમિશનર તરફથી જાહેરાત કરવામાં આવી છે. તેમજ બહોળી સંખ્યામાં મહિલા મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...