છતે પાણીએ વલખા:રાજકોટના મવડીમાં 3 મહિનાથી ગંદુ અને પૂરતું પાણી ન મળતા મહિલાઓમાં રોષ, મનપા કચેરીના પટાંગણમાં બેસી બૂમો પાડી ભગવાને ઘણું આપ્યું, શરમ કરો

રાજકોટએક મહિનો પહેલા
પૂરતું પાણી ન મળતા પટેલનગર સોસાયટીની મહિલાઓએ મનપા કચેરીમાં વિરોધ કર્યો.
  • 3 મહિનાથી રોજ 25 લિટર પાણી આવે તો અમે એમાં શું કરીએઃ સ્થાનિક

રાજકોટના મવડી વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી ગંદુ અને પૂરતું પાણી ન મળતા આજે પટેલનગર વિસ્તારની મહિલાઓ રોષે ભરાઇ હતી અને મનપા કચેરીએ ઉમટી પડી હતી. મનપા કચેરીના પટાંગણમાં બેસી બૂમો પાડી હતી કે, ભગવાને તો ઘણું પાણી આપ્યું છે હવે તો શરમ કરો. સત્તાધિશો અને અધિકારીઓને પાણી આપવામાં શું વાંધો છે. અનેક વખત રજૂઆત કરી છતાં ધ્યાન આપવામાં આવતું નથી. રાજકોટમાં આ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો અને તમામ જળાશયો છલોછલ છે. ત્યારે છતે પાણીએ મવડી વિસ્તારના લોકો પૂરત પાણીના અભાવે હાલાકી ભોગવી રહ્યાં છે.

3 મહિનાથી રોજ 25 લિટર પાણી આવે છેઃ સ્થાનિક
સ્થાનિક દિવ્યેશભાઇ ખુટે જણાવ્યું હતું કે, અમારે અહીં ધક્કો જ ન થાવો જોઇએ પણ શું કરવું પાણી માટે ધક્કો ખાવો પડ્યો છે. અમે કોઇ દિવસ કોઇનું કંઇ લીધું નથી અને કોઇ દિવસ કોઇ પાસેથી માગ્યુ નથી. છતાં પાણી પૂરતુ આપવામાં આવતું નથી. અમારે અહીં ધક્કો થાય તે જ મોટામાં મોટી અમારી ખામી છે. પાણી જ આવતું નથી. 25 લિટર પાણી આવતુ હોય તો શું કરીએ. ત્રણ મહિનાથી આ સમસ્યા છે.

મહિલાઓની સાથે પુરૂષો પણ મનપા કચેરીના પટાંગણમાં બેસી વિરોધ કર્યો.
મહિલાઓની સાથે પુરૂષો પણ મનપા કચેરીના પટાંગણમાં બેસી વિરોધ કર્યો.

અધિકારીઓ જોઇ જાય અને સર્વે કરી જાય છેઃ સ્થાનિક મહિલા
સ્થાનિક નીતાબેને જણાવ્યું હતું કે, મવડી વિસ્તારમાં અમારી પટેલનગર સોસાયટીમાં છેલ્લા 3થી 6 મહિનાથી પાણીની સમસ્યા છે. મનપાના અધિકારીઓ કહે છે કે, તમે મોટરથી પાણી ન ખેચો પણ પૂરતુ પાણી આપે તો અમારે મોટરથી પાણી ખેચવાની જરૂર જ નથી. પાણી પણ ગંદુ આવે છે. અગાઉ પણ રજુઆત કરી હતી તો અધિકારીઓ જોઇ જાય અને સર્વે કરી જાય છે પણ કોઇ નિરાકરણ આવતું નથી. અન્ય સ્થાનિક યુવાને જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા મારા ઘર બહાર ખાડો કરી ગયા છે. ખાડો બૂરવા પણ આવતા નથી. ગંદુ પાણી આવે છે. કેટલીવાર ફરિયાદ કરી છે છતાં કોઇ નિરાકરણ આવતું નથી.

મહિલાઓએ મનપા કચેરીમાં હોબાળો મચાવ્યો.
મહિલાઓએ મનપા કચેરીમાં હોબાળો મચાવ્યો.
અન્ય સમાચારો પણ છે...