ક્રાઈમ:રાજકોટમાં મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયાએ દેશી દારૂનું વેચાણ ચાલુ કર્યું, પોલીસે દરોડો પાડતા ફરાર, 15 લીટર દેશી દારૂ ઝડપાયો

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુધા ધામેલિયા અગાઉ ડ્રગ્સ અને ગાંજા સાથે ઝડપાઈ હતી (ફાઈલ તસવીર). - Divya Bhaskar
સુધા ધામેલિયા અગાઉ ડ્રગ્સ અને ગાંજા સાથે ઝડપાઈ હતી (ફાઈલ તસવીર).
  • થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું

રાજકોટમાં અગાઉ ડ્રગ્સ અને ગાંજા સાથે પકડાયેલી સુધા ધામેલીયા હવે નામચીન ઇમરાન સાથે દેશી દારૂનું વેચાણ શરૂ કર્યાનું સામે આવ્યું છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સ્લમ ક્વાર્ટરમાં ઇમરાન ઉર્ફે ગઢવી જાહિદ સમા સાથે મળી સુધા ધામેલીયાએ દેશી દારૂનું વેચાણ કરતી હોવાથી પોલીસે રેડ કરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી 15 લીટર દેશી દારૂ કબ્જે કરી ફરાર મહિલા આરોપી સુધા ધામેલીયાની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે ફરાર સુધા ધામેલીયાની શોધખોળ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ માદક પદાર્થ સાથે પકડાયેલી સુધા ધામેલીયા હવે દેશી દારૂનું વેચાણ શરૂ કર્યું છે. આ બાતમીના આધારે દરોડો પાડી રૈયાધાર સ્લમ ક્વાર્ટર નંબર 506માંથી દેશી દારૂ 15 લીટર કબ્જે કરી ઇમરાન ઉર્ફે ગઢવી જાહીદભાઇ સમાની ધરપકડ કરી ફરાર સુધા ધામેલીયાની શોધખોળ હાથ ધરી છે.

અગાઉ સુધા વિરૂદ્ધ પોલીસમાં 6 ગુના નોંધાઇ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું. આ સાથે સુધા ધામેલીયા વિરૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં NDPSનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.