તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહિલાઓએ બચત બજેટ બદલાવ્યું, મેડિકલ ઈમર્જન્સી બેન્ક ઊભી કરે છે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દર મહિને 2000 સુધીની બચત, પરિવારની ફૂડ સ્ટાઈલમાં પણ પરિવર્તન કરાયું

કોરોના બાદ મહિલાઓનું બચત બજેટ બદલાયું છે. અચાનક આવેલા મેડિકલના ખર્ચને પહોંચી વળાય એ માટે મહિલાઓએ પોતાની બચતનો કેટલોક ભાગ મેડિકલ ઈમર્જન્સી માટે ફાળવવા લાગી છે અને હવે મહિલાઓ દર મહિને રૂ.500 થી લઈને રૂ. 2000 સુધીની રકમ અલગ કાઢે છે. સંયુક્ત પરિવારમાં રહેતી વિધિ નથવાણી કહે છે કે, આ પહેલા તેને ક્યારેય મેડિકલ માટે બચત નહોતી કરી, પરંતુ કોરોનાની બીજી લહેર બાદ આ માટે રકમ ફાળવે છે. આ સિવાય પરિવારની ફૂડ સ્ટાઇલ બદલાઈ છે. અનેક પરિવારોએ હેલ્ધી ફૂડ સ્ટાઈલ અપનાવી લીધી છે.

આ પરિવર્તન આવ્યું
​​​​મીની​​​​​​​ લોકડાઉન લાગવાથી બહાર આવવા જવાનું બંધ થયું તો પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં ઘટાડો આવ્યો.
બહારનું જંકફૂડ ખાવાનું બંધ થયું એના બદલે ઘરે જ બનાવેલું ભોજન અને ફૂડ પરિવારજનો લેતા થઈ ગયા.
આરોગ્યને લઇને દરેક બાબતે કોમ્પ્રોમાઈઝ કરવાનું બંધ થયું, લોકો મોંઘા ભાવનું ફ્રૂટ ખરીદીને આરોગ્ય સ્વસ્થ રાખી રહ્યા છે.
વાર, તહેવાર કે બર્થ-ડે અને એનિવર્સરીમાં હોટેલ કે રેસ્ટોરન્ટમાં જઈને બહાર જમવાનું, પાર્ટીનું ચલણ ઘટ્યું.

આ કારણોસર બચતમાં કરાયા ફેરફાર
કોરોના બાદ મેડિકલ ખર્ચ વધી ગયો. અચાનક આવી પડેલા ખર્ચથી આર્થિક ખેંચ વધુ અનુભવાઈ, ઘરનું બજેટ ન વીંખાય એ માટે.
અત્યારની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સ્વજનને દાખલ કરવા પડે તો પૈસાના વાંકે તેની ટ્રીટમેન્ટ અટકવી ન જોઈએ.
પરિવારના કે સગાંસંબંધી પાસે મદદ માટે હાથ લંબાવવો ન પડે તે માટે મેડિકલ બચત એકઠી કરવા લાગ્યા.
જો મેડિકલ માટે ઊભી કરેલી બચત પરિવારને ઉપયોગી નહિ બને તો બીજા કોઇને જરૂર પડે તો એને મદદરૂપ બની શકાય એ માટે.
બાળકોમાં પણ બચત માટેની અવેરનેસ આવે અને તેને પણ ગંભીરતા સમજાઇ એ માટે મેડિકલ બેન્ક ઊભી કરવી પડી.

અન્ય સમાચારો પણ છે...