તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં 65 ટકા વેક્સિનેશન:48 ટકા વસ્તી સામે રસી લેવામાં મહિલાનો હિસ્સો 44 ટકા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેના છેલ્લા સપ્તાહમાં રસીકરણ માટે સૌથી વધુ ઉત્સાહ હતો હવે તેમાં ઘટાડો
  • 9.93 લાખની સામે 6.52 લાખને રસી અપાઈ, 3.40 લાખ બાકી
  • છેલ્લા 30 દિવસમાં વેક્સિનેશનની સંખ્યામાં ઘટાડો આવ્યો
  • સગર્ભા અને જેઓ તાજેતરમાં કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે તેમને રસી અપાતી નથી

રાજકોટ શહેરમાં વેક્સિનેશનની ગતિ હાલ ખૂબ જ ધીમી થઈ ગઈ છે. 9.93 લાખના ટાર્ગેટ સામે 6.23 લાખ જ્યારે 45 પ્લસના 3.69 લાખ સામે 6.52 લાખને રસી અપાઈ ચૂકી છે અને હવે 3.40 લાખ બાકી છે.

મે માસમાં રાજકોટમાં સૌથી વધુ રસીકરણ થયું હતું પણ જૂનની શરૂઆતથી સતત આંક ઘટી રહ્યો છે. હવે દરરોજ 7000 લોકો રસી લેવા આવી રહ્યા છે અને આ ગતિએ પૂરું વેક્સિનેશન થવામાં 50 દિવસ વીતી જશે. જે 6.52 લાખ રસીકરણ થયું છે તેમાં 18થી 44 વર્ષના યુવાનોની સંખ્યા 3.89 લાખ છે. સંખ્યાની દૃષ્ટિએ આ વય જૂથ આગળ છે પણ જાગૃતિ 45 પ્લસમાં વધારે છે કારણ કે, રાજકોટ શહેરની રસી લઈ શકે તેવી કુલ વસ્તીમાં 45 કરતા વધુ વયનું પ્રમાણ 37 ટકા અને 18થી 44નું પ્રમાણ 62 ટકા છે પણ વેક્સિનેશન થયું તેમાં 45 પ્લસનું પ્રમાણ 40 ટકા છે.

સગર્ભાઓને રસી આપવામાં નથી આવતી તેથી સ્ત્રીઓનું પ્રમાણ ઓછું રહે તે સ્વાભાવિક છે પણ ભાસ્કરે મતદારયાદીમાંથી સ્ત્રીઓનું પ્રમાણ જાણતા તે મુજબ 48 ટકા છે જ્યારે વેક્સિનેશનમાં મહિલાઓનો હિસ્સો 44 ટકા છે જે સાબિત કરે છે કે રાજકોટ શહેરની મહિલાઓ વેક્સિનેશનમાં ઘણી જાગૃત છે.

રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. એલ.ટી. વાંઝા જણાવે છે કે રાજકોટમાં 65 ટકા વેક્સિનેશન થઈ ગયું છે. જે લોકો ઈચ્છુક હતા તે તમામે રસી લઈ લીધી હવે એવા બાકી રહ્યા છે જેમને સમજાવવાની જરૂર છે અને સ્ટાફ આ માટે પ્રયત્ન કરી રહ્યો છે અને ધીરે ધીરે સંખ્યા વધી રહી છે. જો દરરોજ 30000 લોકો પણ રસી લેવા આવે તો પણ મનપા પાસે તેટલી ક્ષમતા છે. આ રીતે 12 દિવસમાં 100 ટકા રસીકરણ થઈ જાય પણ લોકો આવતા નથી.

બીજુ એ પણ છે કે જે લોકો પોઝિટિવ આવી ચૂક્યા છે તેઓ 3 મહિના સુધી રસી લઈ શકે નહિ તેમજ સગર્ભાઓ પણ રસી લઈ શકે નહિ તેથી તાત્કાલિક 100 ટકા ન થાય. રાજકોટમાં 80 ટકાથી વધુ રસીકરણ થાય તો સેફઝોનમાં છીએ તેવું કહી શકાય આ માટે પણ 1.50 લાખ લોકોએ રસી માટે આગળ આવવાનું છે.

રસીના કુલ 7.96 લાખ ડોઝ વપરાયા, 1.43 લાખને બીજો ડોઝ
રાજકોટમાં રસીના 7.96 લાખ ડોઝ વપરાયા છે જેમાં પહેલો ડોઝ લેનારની સંખ્યા 652983 છે અને તેમાંથી બીજો ડોઝ લેનારની સંખ્યા 143320 છે. રાજકોટમાં 7.45 લાખ ડોઝ કોવિશિલ્ડના જ્યારે 50652 ડોઝ કોવેક્સિનના વપરાયા છે.

વેસ્ટઝોનના આરોગ્ય કેન્દ્રો રસીકરણમાં મોખરે

આરોગ્ય કેન્દ્રકુલ ડોઝ
આંબેડકરનગર28198
નાનામવા24274
નંદનવન24077
મવડી22794

​​​​​​​વય મુજબ થયેલું રસીકરણ​​​​​​​

વયસંખ્યા
18થી 44389055
45થી 60154324
60થી વધુ109426

​​​​​​​શહેરમાં રસીમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ

સ્ત્રીપુરુષ
287658365214
અન્ય સમાચારો પણ છે...