ગઈકાલે શાપરમાં છ વર્ષની બાળકી પર તેમના માસાએ મોબાઈલમાં ફિલ્મ બતાવવાની લાલચ આપી ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યા આજે ફરી શાપરમાં ત્યકતા સાથે બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે.
દોઢ મહિના પહેલા દુષ્કર્મનો ભોગ બની
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના શાપર વેરાવળમાં રહેતી 20 વર્ષની યુવતી દોઢ મહિના પહેલા બપોરના સમયે ગજુભાની વાડીએ હતી ત્યારે કોઈ બે અજાણ્યા શખ્સોએ બળજબરી કરી હતી. ગઈકાલે તેણીને પેટમાં દુખાવો ઉપાડતા તેમને ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીને દોઢ માસનો ગર્ભ હોવાનું તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એમએલસી જાહેર કર્યા બાદ શાપર વેરાવળ પોલીસમાં જાણ કરતા સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો અને યુવતીની ફરિયાદ લેવા તજવીજ શરૂ કરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
યુવતીના એક વર્ષ પહેલાં જ છુટાછેડા થયા હોવાનું અને પોતે બે ભાઈ બે બહેનમાં નાની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યક્તા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ગર્ભ કોને રાખ્યું તે અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.