• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Woman Smuggling Mobile Phone Disguised As Beggar Caught, Collision Between Bike And Moped Near Gundala Intersection, Youth Dies

રાજકોટ ક્રાઈમ ન્યુઝ:ભિક્ષુકના વેશમાં મોબાઈલની તસ્કરી કરતી મહિલા ઝડપાઇ, ગુંદાળા ચોકડી નજીક બાઈક અને મોપેડ વચ્ચે ટક્કર, યુવકનું મોત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી મહિલા દિવ્યા ઉર્ફે રાજુ ચૌહાણ - Divya Bhaskar
આરોપી મહિલા દિવ્યા ઉર્ફે રાજુ ચૌહાણ

રાજકોટ શહેરમાં આવેલ રૂડાનગર ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં તાજેતરમાં થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મહિલા મોબાઇલ ચોરની ધરપકડ કરી છે. રાજકોટના રૂડાનગર ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં એક ઓફિસમાં ભીખ માંગવા ઇરાદે પ્રવેશ કરી બાદમાં ઓફિસ માલિકની નજર ચૂકવી મોબાઈલ રોકડ સહીત દોઢ લાખથી વધુ રકમની ચોરીને અંજામ આપ્યો હતો જે બાદ પોલીસે તપાસ હાથ ધરી આજ રોજ આરોપી મહિલા દિવ્યા ઉર્ફે રાજુ ચૌહાણને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ કંપનીના ચોરાઉ 18 મોબાઈલ ફોન મળી કુલ 91,600 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ મહિલા ભિક્ષાવૃતિનો વેશ ધારણ કરી ગુજરાતના અલગ અલગ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જાય છે જ્યાં દુકાન અને ઓફિસને ટાર્ગેટ બનાવી નજર ચૂકવી ચોરીને અંજામ આપે છે. આ અગાઉ વર્ષ 2021 માં પણ મહિલા વડોદરા પોલીસના હાથે આઇપીસી કલમ 380 અને 114 ના ગુનામાં ઝડપાઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

આર્થિક ભીંસથી કંટાળી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર પટેલ પાર્કમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે નાનામવા મેઈન રોડ ઉપર આવેલા રાજનગર ચોકમાં હતો ત્યારે ગઇકાલે સાંજના 6.30 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને યુવકે આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

યુવક સાથે રૂ.50 હજારની છેતરપિંડી થઈ, પોલીસે પરત અપાવ્યા
રાજકોટના 22 વર્ષીય યુવાન અક્ષય અરવિંદભાઇ સોજીત્રા પેપર ડીસના કારખાનામાં મેનેજર હોય અને કારખાના માટે લોખંડના પાઇપની જરૂરીયાત હોય ગુગલ મારફતે મોબાઇલ ફોન નંબર સર્ચ કરેલ અને તેમા વાત કરતા અરીહંત એન્ટરપ્રાઇઝ તરીકેની ખોટી ઓળખ આપી રૂ.50,000નુ ફ્રોડ થયેલ હોય જે અન્વયે અરજદાર સાથે થયેલ છેતરપીંડી સંબંધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરને અરજી આપતા ટેકનીકલ એનાલીસીસ કરી અરજદારના ગયેલ સંપુર્ણ રકમ રૂ.50,000 પરત અપાવેલ છે.

સાયબર ક્રાઇમ પોલીસે રૂ.50,000 પરત અપાવ્યા
સાયબર ક્રાઇમ પોલીસે રૂ.50,000 પરત અપાવ્યા

ગુંદાળા ચોકડી નજીક બાઈક અને મોપેડ વચ્ચે ટક્કર, યુવકનું મોત
ગોંડલના મોવીયા ગામે રહેતા રવિભાઈ જયંતિભાઈ વાજા (ઉ.વ.35) ગત તા.11/11ના સવારે ઘરેથી પોતાનું એકટીવા લઈ ગોંડલ વેપાર અર્થે આવ્યા હતાં. દરમિયાન સવારે 9.30 વાગ્યે રવિભાઈ પોતાનું એકટીવા લઈ માર્કેટ યાર્ડથી ગુંદાળા ચોકડી તરફ સર્વિસ રોડ પર જતાં હતાં ત્યારે સામેથી પુરઝડપે આવેલા બાઈક ચાલકે એકટીવા સવારને હડફેટે લેતાં રવિભાઈને માથામાં ગંભીર ઈજા સાથે પ્રથમ ગોંડલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રવિભાઈ અને તેનો નાનો ભાઈ દિવ્યેશ ગોંડલમાં તેલનો વેપાર કરતાં હતાં આ અંગે પોલીસે દિવ્યેશ જયંતિભાઈ વાજાની ફરિયાદ પરથી બાઈક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વ્યાજખોર બંધુના ત્રાસથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના મોચી બજારમા આવેલ પોસ્ટ ઓફિસ પાસે રહેતી યુવતીએ પોતાના ઘર પાસે હતી. ત્યારે રાત્રીના 11 વાગ્યાના અરસામાં મચ્છર મારવાનું લીકવીડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ એ-ડીવીઝન પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. યુવતી એક ભાઈ અને બે બહેનમાં નાની અને ઈમિટેશનમાં મજુરી કામ કરે છે. તેણીનો ભાઈ દારૂ અને જુગારની કુટેવ ધરાવે છે. ભાઈએ ઈરફાન પાસેથી રૂ. 40 હજાર લીધા હતાં. તેના બદલામાં ઈરફાન રૂ. 80 હજાર માંગે છે અને ઈરફાન અને તેના ભાઈએ ઘરમાં ઘુસી રૂ. 40 હજારના રૂ. 80 હજારની ઉઘરાણી કરી ગાળો ભાંડી હતી. આ ઘટનાનું યુવતીની બહેન મોબાઈલમાં શુટીંગ કરતી હતી. તેને પણ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી. વ્યાજખોર બંધુના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આક્ષેપના પગલે તપાસ હાથ ધરી છે.

માસીજી સાસુએ ફડાકા મારતા યુવકે ઝેરી દવા પીધી
રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા યુવાને રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં લોટરી બજારમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસિટલ ખાતે દોડી ગયો હતો. યુવાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. ભગવતીપરામાં રહેતી તેની માસીજી સાસુ નસીમબેન અવાર-નવાર ટોર્ચર કરે છે અને ગઇકાલે માસીજી સાસુએ ફડાકા મારી દેતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપમાં પગલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...