રાજકોટના સોનલબેન કિશોરભાઇ ઘઘડા નામની મહિલા સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલતે એક વર્ષની સજા અને ચેક મુજબની રકમનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા અને જો વળતર ચૂકવવાની દરકાર ન કરે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો છે. આરોપીનો મહિલા કોલેજ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બાંધવામાં આવેલા બિલ્ડિંગમાં ચોથા માળે ફ્લેટ સોની વેપારી આશિષભાઇ ધીરજલાલ ધકાણે ખરીદ કરવા કબજા વગરનું 2014માં સાટાખત કર્યું હતું.
સાટાખતની શરતોનું પાલન નહીં થતા વેપારીએ એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ મારફતે સિવિલ દાવો દાખલ કર્યો હતો. બાદમાં બંનેએ સાટાખત રદ કરતો કરાર કર્યો હતો. જેમાં મહિલાએ 1.50 લાખ અને રૂ.17 લાખ એમ બે ચેક આપ્યા હતા. જે પરત ફર્યા બાદ નોટિસ આપી હતી. છતાં રકમ નહિ ચૂકવતા ચેક રિટર્નની ફરિયાદ કરતા ફરિયાદી પક્ષે કાયદેસરનું લેણું સાબિત કરી રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ અદાલતે સોનલબેનને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.