તંત્રને જગાડવાનો પ્રયાસ:રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે વોર્ડ નં.13ની મહિલાઓએ મનપા કચેરીમાં થાળી વગાડી વિરોધ કર્યો, ગંદા પાણીની બોટલો બતાવી

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટ મનપા કચેરીમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો - Divya Bhaskar
રાજકોટ મનપા કચેરીમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો
  • દૂષિત પાણી અંગે મનપામાં વારંવાર રજુઆત કરાઈ છતાં કોઈ ઉકેલ આવતો નથી

રાજકોટ વોર્ડ નં.13માં દૂષિત પાણી આપવામાં આવતું હોવાની રાવ સ્થાનિક મહિલાઓ કરી રહી છે. આ અંગે વારંવાર મનપામાં રજુઆત કરી છતાં યોગ્ય ઉકેલ ન આવતા આજે મહિલાઓ મનપા કચેરીએ પહોંચી હતી. મનપાના અધિકારીઓને જગાડવા મહિલાઓએ વેલણ વડે થાળી વગાડી હતી. તેમજ મહિલાઓએ ગંદા પાણીની બોટલ પણ અધિકારીઓને બતાવી રોષ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓના વિરોધમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

વોર્ડ નં.13 હેઠળ આવતા વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદ ઉઠી છે. આ અંગે સ્થાનિક લોકો મનપામાં રજુઆત કરી ચૂક્યા છે. પરંતુ આજે મહિલાઓ મનપા કચેરીએ આવી પહોંચી હતી અને વિરોધ કર્યો હતો. આ સમયે મહિલાઓમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કેટલીક મહિલાઓએ માસ્ક પણ પહેર્યુ નહોતું.

કોરોના મહામારીમાં દૂષિત પાણીથી રોગચાળો વકરવાની ભીતિ
હાલ રાજકોટમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમજ મોતની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. ત્યારે આ દૂષિત પાણીના વિતરણથી રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. લોકો દૂષિત પાણીનો વપરાશ પણ કરતા નથી તેવું મહિલાઓએ જણાવ્યું હતું.