તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકિંગ CCTV:રાજકોટમાં સુખી-સંપન્ન પરિવારનાં વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી 7મા માળેથી ઝંપલાવતાં મોત, ડર ન લાગે એ માટે ઊંધાં ફરી કૂદકો માર્યો, LIVE દૃશ્યો

રાજકોટએક મહિનો પહેલા
વૃદ્ધાનાં આપઘાતનાં દૃશ્યો CCTVમાં કેદ.
  • ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, પરિવાર ઇમિટેશનનો ધંધો કરે છે

રાજકોટના કુવાડવા રોડ પર ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં રહેતાં સુખી-સંપન્ન પરિવારનાં 65 વર્ષનાં વૃદ્ધાએ 7મા માળેથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યો છે. આપઘાતનાં લાઈવ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે, જેમાં વૃદ્ધાએ ડર ન લાગે એ માટે ઊંધાં ફરીને કૂદકો મારતાં નજરે પડે છે. ઘટનાને પગલે કુવાડવા પોલીસ દોડી જઇ વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

માનસિક બીમારીને કારણે આપઘાતનું પગલું ભર્યું
શહેરના કુવાડવા રોડ પર ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં બીજા માળે રહેતાં જમનાબેન અરજણભાઇ સોલંકી (ઉં.વ.65)એ પોતાના કોમ્પ્લેક્સના 7મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. પોલીસ-તપાસમાં જમનાબેન લાંબા સમયથી માનસિક રીતે બીમાર હોવાનું બહાર આવ્યું છે. માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યાનું પરિવારજનો જણાવી રહ્યાં છે. હાલ પોલીસે વૃદ્ધાનાં પરિવારજનોનાં નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધાએ પહેલા નીચે કોઈ પસાર થતું નથીને એ જોયું.
વૃદ્ધાએ પહેલા નીચે કોઈ પસાર થતું નથીને એ જોયું.

શું દેખાય છે સીસીટીવીમાં?
સીસીટીવીમાં દેખાતાં દ્રશ્યો મુજબ જમનાબેને ગાઉન પહેર્યું છે અને ઉઘાડા પગે પોતાના બીજા માળે આવેલા ઘરમાંથી નીકળી ઉપર 7 માળ સુધી પગથિયાં ચડીને જતાં જોવા મળે છે. બાદમાં 7મા માળની બાલ્કનીની પાળી પર ચડી જાય છે. બાદમાં બીક ન લાગે એ માટે ઊંધાં ફરીને કૂદકો મારતાં નજરે પડે છે.

બાદમાં બાલ્કનીની પાળી પર ચડ્યાં.
બાદમાં બાલ્કનીની પાળી પર ચડ્યાં.

ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
જમનાબેને સાતમા માળેથી નીચે ઝંપલાવતાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં પરિવારજનોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. બનાવ અંગેની જાણ થતાં બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. મૃતક વૃદ્ધાનાં ત્રણેય સંતાનો ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

તેઓ ઉઘાડા પગે જ સાતમા માળે ચડીને ગયાં હતાં.
તેઓ ઉઘાડા પગે જ સાતમા માળે ચડીને ગયાં હતાં.

ઇમિટેશનના ધંધાર્થીએ આર્થિક ભીંસથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
શહેરમાં આપઘાતના બનાવ વધવા લાગ્યા છે. હજી આઠ દિવસ પહેલાં જ આર્થિક ભીંસથી બે યુવાને, બે દિવસથી ગુમ યુવતીએ અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી લીધી હતી. પ્રથમ બનાવ ત્રંબા ગામે બન્યો હતો. અહીં રહેતા પરેશ હરેશભાઇ હરસોડા નામના યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. 108ની ટીમે મૃત જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી. એએસઆઇ વિનોદભાઇ સુખાનંદીની તપાસમાં પરેશભાઇ ઇમિટેશનનું કામકાજ કરતા હતા. કોરોનાની મહામારીમાં કામ ઠપ થઇ જવાની સાથે પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.