તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રાજકોટના ત્રિકોણબાગ પાસે ટેમ્પો ટાવેરાએ એક્સેસને અડફેટે લેતા મહિલાચાલકનું મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ4 મહિનો પહેલા
મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નીપજ્યું હતું

કરોડોનો દંડ વસૂલવા સહિતનાં પોલીસનાં પ્રયાસો છતાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સાંજે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સની એક મીનીબસે હડફેટે લેતા એક્સેસ સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને બનાવ અંગે જાણ કરતા સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. બીજીતરફ અકસ્માત સર્જી આ મીનીબસનો ચાલક ફરાર થઈ ગયો છે. જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક મહિલાનું નામ ભાવનાબેન જગદીશભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે.

સીસીટીવીમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, ખાનગી ટ્રાવેલ્સની સફેદ કલરની ટેમ્પોટાવેરા મીનીબસ પુરઝડપે આવી રહી છે અને જોતજોતામાં બસ GJ-3/AH/9621 નંબરનાં વ્હાઇટ એક્સેસને હડફેટે લે છે. જેને પગલે એક્સેસ સવાર મહિલા ફંગોળાઈને રસ્તા ઉપર પટકાતા લોહીની રેલમછેલ થઈ જાય છે. તેમજ આ દ્રશ્યો જોઈને સ્થાનિકો મદદ માટે દોડી રહ્યા છે.

ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જવાહર રોડ ત્રિકોણબાગ પાસે સાંજે સાત વાગ્યાનાં સુમારે માતેલા સાંઢની માફક દોડી રહેલી એક શિવશક્તિ ટ્રાવેલ્સની ટેમ્પો ટાવેરા મીનીબસે પાછળથી એક એક્સેસ બાઈકને હડફેટે લીધું હતું. જેને પગલે આ બાઈક પર સવાર મહિલા ફંગોળાઈને રસ્તા ઉપર પટકાઈ હતી. અને ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ અંગે વધુમાં મળતી વિગત મુજબ મૃતક ભાવનાબેન ( રહે, મિલપરા મેઈન રોડ ) આજે તેણીના કૌટુંબિક દિયર મહીપતભાઈ રતિલાલ સોલંકી ( રહે, રામેશ્વર સોસાયટી, બાબરીયા કોલોની પાસે ) સાથે પોતાનો એક્સરે પડાવવા બજરંગવાડીમાં ગયા હતા ત્યાંથી પરત ફરતા જવાહર રોડ પાસે ગેલેક્સી હોટલ નજીક ટેમ્પો ચાલકે પાછળથી ઠોકરે ચડાવતા ભાવનાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...