તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં મહિલાનો વાણીવિલાસ:અપશબ્દો બોલી યુવાનને ધમકાવ્યો ‘કંઈ તકલીફ નથી તને, ટેસ્ટ નહિ કરું નીકળ અહીંથી’, બીજે ટેસ્ટ કરાવતા પોઝિટિવ!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી મહિલા તબીબ અને આરોગ્ય કર્મીની તસવીર - Divya Bhaskar
ડાબેથી મહિલા તબીબ અને આરોગ્ય કર્મીની તસવીર
  • મનપાના ટેસ્ટિંગ બૂથ પર સ્ટાફે માસ્ક ન પહેર્યું, ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી યુવાનને તગડ્યો
  • મ્યુનિસિપલ કમિશનરે સ્ટાફની ભાષાની નિંદા કરી પગલાં લેવા માટે તપાસના આદેશ આપ્યા

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસેના ટેસ્ટિંગ બૂથ પર એક યુવક ટેસ્ટ કરાવવા આવતા મહિલા તબીબ અને સ્ટાફે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું. યુવાને ચિંતા વ્યક્ત કરી કે તે બહારથી આવ્યો છે એટલે શંકા છે તો મહિલા તબીબે કહ્યું કે, ખોટા ટેસ્ટ કરાવવા આવ્યો છો. લેખિતમાં ના પાડવાનું કહેતા તબીબને ગુસ્સો આવ્યો હતો અને કહ્યું કે, ‘તને કઈ નથી દવાનો કોર્સ કરી લીધો છે, પોઝિટિવ ન આવ મારી ગેરંટી નીકળ’ આટલું કહીને તગેડી મૂક્યો હતો.

મહિલા તબીબે માસ્ક અડધું પહેર્યું હતું જ્યારે મહિલા આરોગ્ય કર્મીએ માસ્ક સાવ પહેર્યું જ ન હતું છતાં ઉદ્ધતાઈ ચાલુ રાખતા યુવાન તેનાથી કંટાળી બીજા આરોગ્ય કેન્દ્ર જતા ત્યાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મામલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું કે, ‘સ્ટાફે માસ્ક નથી પહેર્યુ તેમજ જે ભાષા બોલાઈ છે તે અયોગ્ય છે કોઇ નાગરિક સાથે આવી ભાષા ન વાપરી શકાય. સમગ્ર ઘટના અંગે આરોગ્ય અધિકારી ડો. રાઠોડને તપાસ સોંપાઈ છે.

ટેસ્ટિંગ બૂથ પર મહિલા તબીબ, આરોગ્ય કર્મી અને દર્દી વચ્ચેના સંવાદ
યુવાન: નાખો મારું આધારકાર્ડ મેં ક્યારેય ટેસ્ટ કરાવ્યો હોય તો, ફ્રી બેઠા છો તો પણ ટેસ્ટ નથી કરતા
આરોગ્ય કર્મી: આ કિટ મફત નથી આવતી
તબીબ: હવે અવાજ ન આવવો જોઈએ પેશન્ટ હેન્ડલ કરું છું, હવે નહિ ચલાવી લઉ
યુવાન: ત્રણ નહીં પણ પાંચ દિવસ દવા લીધી છે પણ સરકારીમાં ન ચાલે દેવું પડે
તબીબ: તો પ્રાઈવેટમાં કરાવી નાખો હું નહિ કરી દઉ
યુવાન: તો લેખિતમાં આપી દો નહિ ટેસ્ટ કરો એમ
તબીબ: નહિ લખું કીધુંને એકવાર, ક્યારનો હેરાન કરશ
યુવાન: તકલીફ દેખાય નહિ તો ઘરમાં વાઇરસ ફેલાવવાનો?
તબીબ: કઈ તકલીફ નથી તને, નેગેટિવ આવેલો છે તો ય કોર્સ કર્યો છે, હવે પોઝિટિવ ન આવે તેની ગેરંટી
યુવાન: એમ બોલો એમ ન ચાલે ટેસ્ટ તો કરો
તબીબ: નહિ કરું ટેસ્ટ, કિટ વેસ્ટ નહિ કરું જ્યાં જાવું હોય ત્યાં જા
મહિલા આરોગ્ય કર્મી: (અપશબ્દ બોલે છે) કરવી છે, રિટેસ્ટ નથી કરી આપતા
યુવાન: રિટેસ્ટ ક્યાં આવ્યો? કઈ રીતના ક્યો છો? મારું આધારકાર્ડ નાખો ખબર પડે
મહિલા આરોગ્ય કર્મી: એમ નહિ થાય, તમને કીધું ને અહીંયા નહિ થાય બીજે જવું હોય તો જાઓ

અન્ય સમાચારો પણ છે...