લોકડાઉન / રાજકોટમાં હોસ્પિટલે લઇ જવા વાહનની શોધમાં પ્રસૂતાને રેંકડીમાં એક કિ.મી. સુધી લઇ ગયા, લારીમાં જ બાળકીનો જન્મ

લારી તથા ઇનસેટમાં બાળકીના જન્મને વધાવી રહેલ મહિલા.
લારી તથા ઇનસેટમાં બાળકીના જન્મને વધાવી રહેલ મહિલા.
X
લારી તથા ઇનસેટમાં બાળકીના જન્મને વધાવી રહેલ મહિલા.લારી તથા ઇનસેટમાં બાળકીના જન્મને વધાવી રહેલ મહિલા.

  • 108 પહોંચે તેટલો સમય નહોતો, લોકડાઉનમાં વાહનની શોધમાં 1 કિલોમીટર દોડ્યા

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 07:47 AM IST

રાજકોટ. લોકડાઉનને કારણે શહેરમાં તમામ વાહનોના પૈડાં થંભી ગયા છે, એ વખતે જ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી, પરિવારજનો બેબાકળા બની ગયા, શ્રમિક પરિવાર પાસે વાહનની કોઇ વ્યવસ્થા નહોતી અંતે રોજીરોટીનું માધ્યમ રેંકડી જ સહારો હતો, પ્રસૂતાને લારીમાં સુવડાવી એક કિલોમીટર સુધી પરિવારજનો તેને લઇ ગયા હતા ત્યાં રસ્તામાં જ મહિલાએ ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો હતો.
રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા અને ભંગારની ફેરી કરતાં પ્રકાશ દેવીપૂજકની પત્ની દાળમબેનને મંગળવારે મધરાતે 1.30 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી, દાળમબેનને તાકીદે હોસ્પિટલે લઇ જવા હતા પરંતુ મધરાતે ઝૂંપડાં પાસેથી કોઇ વાહન મળે તેમ નહોતું, ત્યારે જ વિચાર આવ્યો કે એક કિલોમીટર દૂર આવેલા પાણીના ટાંકા પાસેના મુખ્યમાર્ગ સુધી દાળમબેનને પહોંચાડી દેવાય તો રિક્ષા મળી જાય એ સાથે જ પ્રકાશ અને અન્ય લોકોએ દાળમબેનને રેંકડીમાં સુવડાવી રેંકડી મુખ્ય રસ્તા પર દોડાવી હતી. દશેક મિનિટમાં દેવીપૂજક પરિવાર રૈયાધારના મુખ્યમાર્ગ પાણીના ટાંકા પાસે પહોંચ્યો હતો ત્યારે જ દાળમબેને રેંકડીમાં જ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ થઇ જતાં પરિવારજનોએ ત્યાં જ ‘લક્ષ્મી’ને વધાવી હતી અને થોડીવાર બાદ પરત પોતાના ઝૂંપડે પાછા વળી ગયા હતા. લોકડાઉનને કારણે ધંધા બંધ થઇ જતાં દેવીપૂજક પરિવાર નિરાધાર થઇ ગયો હતો, કોઇ સેવાભાવી કોઇ વસ્તુ આપી જાય તો ચૂલો સળગે છે, આ સ્થિતિમાં પ્રસૂતા દાળમબેનને આરોગ્યપ્રદ ખોરાક ક્યાંથી આપવો, ઝૂંપડાની નજીક આવેલા મંદિરના પૂજારી સેવાભાવી ભરતભાઇ ધોળકિયાને આ અંગે જાણ કરતાં ભરતભાઇ ધોળકિયા શીરો લઇને ઝૂંપડે પહોંચી ગયા હતા અને દાળમબેનને શીરો જમાડ્યો હતો. ભરતભાઇએ કહ્યું હતું કે, પોતે અઠવાડિયા સુધી પ્રસૂતાને શીરો પહોંચાડશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી