કરોડપતિ મહિલા ઉમેદવાર:ભાજપનાં પૂર્વ MLA ભાનુબેન બાબરિયા મનપાની ચૂંટણી લડશે, 3.29 કરોડની ફિક્સ ડિપોઝિટ, 24 લાખનું સોનું, 10 લાખની જમીન, એકપણ ગુનો નહીં

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપનાં મહિલા ઉમેદવાર ભાનુબેન બાબરિયા. - Divya Bhaskar
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપનાં મહિલા ઉમેદવાર ભાનુબેન બાબરિયા.
  • ભાનુબેન પર કોઈ દેવું નથી, અરડોઇ ગામે 10 લાખની જમીન છે
  • ભાનુબેનના પતિનાં બે બેંક ખાતામાં 1.48 કરોડ રૂપિયાની રોકડ

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા હવે કોર્પોરેશનની ચૂંટણી લડશે. ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયા કરોડપતિ મહિલા ઉમેદવાર છે. તેઓ પાસે 3.29 કરોડની ફિક્સ ડિપોઝિટ અને 24 લાખનું સોનું છે તેમજ અરડોઇ ગામે 10 લાખની કિંમતની જમીન આવેલી છે. ભાનુબેન પર એકપણ ફોજદારી ગુનો નોંધાયેલો નથી.

બે બેંકમાં 36,29,382 રૂપિયાની બચત
ભાનુબેન બાબરિયાએ સોગંદનામામાં 3.29 કરોડની ફિક્સ ડિપોઝિટ હોવાનું અને 49,500 રોકડ હોવાનું જાહેર કર્યું છે. રાજકોટ ભાજપના વોર્ડ નં.1ના ઉમેદવાર અને મેયરપદનાં દાવેદાર ભાનુબેન બાબરિયાએ પોતાની મિલકત અને ગુનાના રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમની પાસે HDFC બેંકમાં બચતખાતામાં 33 લાખની બચત છે. SBI બેંકના બચત ખાતામાં 3,29,382ની બચત હોવાનું જાહેર કર્યું છે.

ભાનુબેન ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે.
ભાનુબેન ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે.

અરડોઈ ગામે 10 લાખ કિંમતની જમીન
ભાનુબેનના પતિની પણ HDFC બેંકના ખાતામાં લાખ રૂપિયાની રોકડ અને બેંક ઓફ બરોડાના ખાતામાં 1.48 કરોડની રોકડ દર્શાવી છે. ભાનુબેનની મિલકતમાં 24 લાખની કિંમતનું 500 ગ્રામ સોનું જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે તેમના પતિ પાસે LICની પાંચ જેટલી પોલિસી તેમજ હોન્ડા, એક્ટિવા અને કાર દર્શાવી છે તેમજ 100 ગ્રામ સોનું જાહેર કર્યું છે. અરડોઈ ખાતે રેવન્યુ સર્વે નં.209 પૈકીવાળી 14670 ચો.મી. જમીન જાહેર કરી છે, જેની બજાર કિંમત 10 લાખ દર્શાવવામાં આવી છે.

મનપાની ચૂંટણીને લઈ પ્રચારમાં નીકળ્યાં.
મનપાની ચૂંટણીને લઈ પ્રચારમાં નીકળ્યાં.

ભાનુબેન પર એકપણ ફોજદારી ગુનો નહીં
ભાનુબેનના પતિ પાસે લાપાસરી, કોઠારિયા અને અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે ખેતીની જમીન હોવાનું દર્શાવ્યું છે. ભાનુબેનના પતિ પાસે નવા થોરાળામાં રહેણાક મકાન અને અનામિકા સોસાયટીમાં એક મકાન હોવાનું સત્ય પ્રતિજ્ઞા સોગંદ પર દર્શાવ્યું છે. ભાનુબેન પર એકપણ પ્રકારનો ફોજદારી ગુનો નથી એવો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે.

ભાનુબેન ભાજપનાં ઉમેદવાર.
ભાનુબેન ભાજપનાં ઉમેદવાર.

​​​​​​ભાનુબેન રાજકોટ ગ્રામ્યમાં ધારાસભ્ય રહી ચૂક્યાં છે
ગુજરાત વિધાનસભાના ટીઝર સમી રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. આ વર્ષે રાજકોટ ભાજપ દ્વારા મહિલા મેયર તરીકે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાની પસંદગી કરે તેવી શક્યતા વર્તાય રહી છે. ભાનુબેનની વાત કરીએ તો ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યના લોકપ્રિય ધારાસભ્ય રહી ચૂક્યાં છે. ત્યારે આ વખતે શક્ય છે કે ચૂંટણી જીત્યા બાદ ભાનુબેન બાબરિયાને ભાજપ તક આપશે.

અન્ય સમાચારો પણ છે...