માલવિયાનગર પોલીસ સ્ટેશનની મહિલા એએસઆઇ ગીતા પંડ્યાને એસીબીની ટીમે શુક્રવારે રૂ.10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી હતી, ગીતાને એસીબીની ટીમે બે દિવસના રિમાન્ડ પર લઇ તપાસ આગળ ધપાવી હતી. માલવિયાનગર પોલીસ સ્ટેશન દફતરે નોંધાયેલા મારામારીના ગુનામાં ફરાર આરોપીને નહીં પકડવા, તે રજૂ થાય ત્યારે તેને મારકૂટ નહીં કરવા, લોકઅપમાં નહીં રાખવા અને તાત્કાલિક જામીન પર મુક્ત કરવાના બદલામાં માલવિયાનગર પોલીસ સ્ટેશનની એએસઆઇ ગીતા યશવંતકુમાર પંડ્યાએ રૂ.20 હજારની લાંચ માગી હતી.
તે પૈકીના રૂ.10 હજાર તેણે અગાઉ કટકટાવી લીધા હતા, બાકીના રૂ.10 હજાર પોલીસ સ્ટેશનની અંદર આવીને જ શુક્રવારે આપી જવા ગીતાએ આરોપીની પત્નીને કહ્યું હતું. જોકે આરોપીની પત્ની લાંચની વધુ રકમ આપવા ઇચ્છતી નહીં હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને પીઆઇ એચ.એમ. રાણા સહિતની ટીમે છટકું ગોઠવ્યું હતું, શુક્રવારે પોલીસ સ્ટેશનની અંદર જ ગીતા પંડ્યાએ રૂ.10 હજાર લાંચના સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પરથી જ ઝડપી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.