તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:મહિલા ASI ઘરમાં પ્રવેશતા પહેલા વર્દીમાં જ પાણી રેળી લે છે, પિતાની ના, ભાઇની આંખમાં આંસુ અને માતાની ચિંતા વચ્ચે રાષ્ટ્ર રક્ષા કરે છે

રાજકોટ7 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ASI કેયા ચોટલીયા
  • મહિલા ASI લોકડાઉનમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફરજ બજાવે છે
  • સાવચેત રહેવા અને કોઇપણ વ્યક્તિથી 1 મીટરનું અંતર જાળવવા દીકરીને સૂચન કર્યાં કરું છું: પિતા

કોરોના વાઈરસની મહામારીમાં કોરોના વોરીયર્સ એવા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ડર્યા વિના નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે, ત્યારે લોકોને સાવચેતી રાખીને ઘરમાં રહેવાની અપીલ કરનાર પોલીસકર્મીઓ પરિવારજનોની ચિંતા વચ્ચે પોતાની ફરજ બજાવી રહ્યા છે. લોકડાઉનમાં પિતાની ના, ભાઇના આંસુ અને માતાની ચિંતા વચ્ચે રાજકોટમાં મહિલા ASI રાષ્ટ્ર માટે લોકોની રક્ષા કરી રહ્યા છે અને ઘર મનપ્રવેશ કરતા પહેલા જ ખાખી કપડા સાથે જ સ્નાન કરી લે છે.
મહિલા ASI પોતાની સાથે સાથે પરિવારજનોની તકેદારી રાખે છે
રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI કેયા ચોટલીયા સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવે છે. લોકડાઉન દરમિયાન રાજકોટમાં પોલીસ સ્ટેશનથી માંડીને પેટ્રોલિંગ, ફ્લેગમાર્ચ, વાહન ચેકિંગ, લોકોને ઘરમાં રહેવા અપીલ સહિતની કામગીરી પોલીસ કરતી હોય છે, ત્યારે દરેક પોલીસ કર્મીઓના પરિવારજનોમાં પણ ક્યાંકને ક્યાંક ચિંતા સતાવતી હોય છે. કેયા ચોટલીયા ડ્યુટી પુર્ણ કરીને 10 વાગ્યે પોતાના ઘરે પહોંચે ત્યારે ઘરની બહાર જ તેના માતા હેન્ડ સેનિટાઇઝર, પાણીની ડોલ, ટુવાલ સહિતની સામગ્રી લઈને ઉભા રહે છે. કેયા ઘરની બહાર જ પોતાના કપડા પણ પાણીમાં પલાળી અલગ જ રાખી કોઈને અડ્યા વિના ઘરમાં પ્રવેશે છે અને સંપૂર્ણ તકેદારી રાખીને પોતાના પરિવારજનોના સ્વાસ્થ્યની પૂરતી સારસંભાળ રાખે છે. 
ગર્વ છે કે, આવા સમયે બહેન ફરજ નિભાવે છે, પણ ચિંતા પણ થાય છે
જ્યારે કેયા નાનાભાઈ ગૌરવ ચોટલીયાને પૂછ્યું કે, બહેન કોરોનાના કહેરમાં ડ્યુટી પર જાય ત્યારે શું ચિંતા સતાવે છે ત્યારે લાગણીવશ થઈ આંખમાં આંસુ સાથે ભાઈએ જવાબ આપ્યો કે ગર્વ છે કે, આવા સમયે બહેન ફરજ નિભાવે છે, પરંતુ છતાંય એક બહેન છે. મને મનમાં સતત તેની ચિંતા સતાવતી રહે છે.
એક દીકરીનો બાપ છું, ચિંતાતો સતત સતાવે છે
પિતા રાજેશભાઇ એ તો ત્યાં સુધી જણાવી દીધું કે, એક દીકરીનો બાપ છું, ચિંતાતો સતત સતાવે છે. ઘરેથી ડ્યુટી પર નીકળે એટલે થોડી થોડી વારે મન મુંઝાઈ તો ફોન કરીને સાવચેત રહેવા અને કોઈ પણ વ્યક્તિથી 1 મીટરનું અંતર જાળવવા સૂચન કર્યાં કરું છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો