તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટિયન્સની રોકાણ પદ્ધતિમાં પરિવર્તન:કોરોનાને કારણે 10 કરોડની રકમનો ઉપાડ, બેન્કમાં 200 ફિક્સ ડિપોઝિટ તૂટી; પોસ્ટ ઓફિસમાં 300 ડીડી એકાઉન્ટ બંધ થયાં

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લોકો લાંબા ગાળાનું રોકાણ કરવાનું ટાળી રહ્યા છે

કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના કિસ્સામાં ઘરના એક કરતા વધુ સભ્યો સંક્રમિત બન્યા. ધંધો-વ્યવસાય બંધ થયા, રોજબરોજના ખર્ચા ચાલુ હતા. વધારાનો મેડિકલ ખર્ચ આવી પડયો. હોસ્પિટલના મસમોટા બિલ ચૂકવવા અને આર્થિક મજબૂરીમાં નાછૂટકે લોકોએ પોતાની ફિક્સ ડિપોઝિટ તોડવી પડી. માર્ચ, એપ્રિલ, મે માસમાં રાજકોટમાં રોજની અંદાજિત રૂપિયા 200 એફડી તૂટી હતી. આ એફડી મોટાભાગે 10 લાખ સુધીની હતી. આમ છેલ્લા ત્રણ માસમાં રાજકોટની તમામ બેન્કમાંથી ફિકસ ડિપોઝિટ માટે રૂ.1 કરોડથી વધારે રકમ ઉપડી હતી.

અંદાજે 300 એકાઉન્ટ બંધ થયા
આ સિવાય હવે લોકો લોંગ ટર્મ માટેનું રોકાણ ટાળી રહ્યા છે અને ટૂંકાગાળાનું રોકાણ કરતા હોવાનું એસબીઆઈની મેઈન બ્રાન્ચના ફિકસ ડિપોઝિટના સિનિયર એસોસિએટ હર્ષલ માંકડે જણાવ્યું છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝનના નામે રહેલા ડીડી એકાઉન્ટ જેમાં સેવિંગ સર્ટિફિકેટ, ટાઈમ ડિપોઝિટ, સિનિયર સિટીઝન એકાઉન્ટ માર્ચ, એપ્રિલ, મે માસમાં અંદાજિત 300 બંધ થયા છે અને તેમાંથી રૂ. 10 કરોડની રકમ તેના વારસદારોને આપી હોવાનું હેડ પોસ્ટ માસ્ટર જાવેદ મન્સુરી જણાવે છે.

ફિક્સ ડિપોઝિટ તૂટવા માટેનાં કારણો

  • ઘર પરિવારમાં એક કરતાં વધુ સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા અને મેડિકલ ખર્ચ ચૂકવવા માટે
  • આવકનું કોઇ સાધન વધ્યું નહીં. ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું તેથી લોકોએ ફિક્સ ડિપોઝિટ તોડવા લાગ્યા
  • જેના નામે ફિક્સ ડિપોઝિટ હતી તેમનું મૃત્યુ થઇ ગયું અને તેમના વારસદારોએ આ ફિક્સ ડિપોઝિટ તોડાવી

50 ટકા કિસ્સામાં વારસદારનું નામ જ ન હોવાથી રકમ ઉપાડવામાં ઘણી મુશ્કેલી પડી...
જે ફિકસ ડિપોઝિટ તૂટી છે એમાં 50 ટકા કિસ્સામાં એવું બન્યું કે, પતિ- પત્નીના નામે જોઈન્ટ એકાઉન્ટ હતું. બન્નેનું મૃત્યુ થયું હોય અને તેના એકાઉન્ટમાં વારસદારનું નામ હતું નહીં. જ્યારે કેટલાક કિસ્સામાં એવું બન્યું કે,જેના નામે ફિકસ ડિપોઝિટ હોય એ કોરોના વોર્ડમાં દાખલ હતા અને તેમનું એક સંતાન રાજકોટમાં હોય અને બીજુ સંતાન બહાર ગામ હોય અને જે સંતાનો રાજકોટમાં હતા તે દસ્તાવેજ લઈને બેન્કે પહોંચ્યા. પરંતુ નિયમ મુજબ જેમના નામે ફિકસ ડિપોઝિટ હોય રકમ ઉપાડવા માટે તેમની હાજરી હોવી જરૂરી છે. આથી વારસદારની ખરાઈ કરવા વીડિયો કોલનો સહારો લેવાયો. બહારગામ રહેતા હોય તેવા સ્વજનોએ જે તે શહેરની બ્રાન્ચમાં જઈને પોતાના સહીનો નમૂનો અને અન્ય દસ્તાવેજ આપી તેની ખરાઈ કરાવી વચગાળાનો રસ્તો अपनઅપનાવાયો.