તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલ્ટો:જેતપુર, જામકંડોરણા અને ધોરાજી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતામાં મૂકાયા

રાજકોટ22 દિવસ પહેલા
ધોરોજીમાં રસ્તા પર પાણી ફરી વળ
  • ઉનાળુ પાક તલ, મગ અને અડદના પાકને નુકસાન પહોંચવાની ભીતિ

થોડા દિવસથી રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આજે જેતપુર અને જામકંડોરણા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આથી લોકોએ ગરીમમાંથી રાહત અનુભવી હતી. જોકે વરસાદી ઝાપટાથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. ઉનાળુ તલ, મગ અને અડદના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે.

ભારે પવન સાથે વરસાદ પડ્યો
જેતપુર અને જામકંડોરણા પંથકમાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે આ વરસાદથી ખેડૂતોએ ખેતરમાં રાખેલો પશુઓનો ચારો પણ પલળી ગયો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. બાદમાં અચાનક જ વરસાદ વરસવા લાગ્યો હતો.

ધોરાજીમાં ધોધમાર વરસાદ.
ધોરાજીમાં ધોધમાર વરસાદ.

ધોરાજીમાં વરસાદી ઝાપટુ વરસતા રસ્તાઓ પણ પાણી ફરી વળ્યાં
ધોરાજીમાં કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા આઠ દિવસથી ભારે બફારાની સાથે તાપમાનનો પારો પણ ઊંચો રહ્યો છે. ત્યારે અચાનક જ સાંજે વરસાદી ઝાપટુ આવતા વાતાવરણમાં એકાએક પલ્ટો આવી ગયો હતો. સવારમાં કુલ ઠંડી બપોરે ફૂલ તડકો સાંજે મિશ્ર તાપમાન વચ્ચે કોરોનાનો વિસ્ફોટ ચાલી રહ્યો છે આવા સમયમાં અચાનક ઋતુ બદલાતાં લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.

ભારે પવન સાથે ધોધમાર વરસાદ.
ભારે પવન સાથે ધોધમાર વરસાદ.

ગોંડલમાં પંથકમાં બે દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો
બે દિવસ પહેલા ગોંડલના ચરખડી ગામમાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું. આથી રસ્તાઓ ભીંજાયા હતા. વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું હતું.

(ભરત બગડા, ધોરાજી-હિતેષ સાવલીયા, જેતપુર)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો