મેંઘરાજાની તોફાની રિ-એન્ટ્રી:કોટડાસાંગાણીમા એક કલાકમા ત્રણ ઈંચ,ઉપલેટા, જસદણ અને ગોંડલ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

આટકોટ5 મહિનો પહેલા
વાડીએ જતા રસ્તાઓ પર પાણી ભરાયા.
  • મોવિયામાં સોલાર પેનલ પર વીજળી પડી
  • કપાસ, મગફળી, મગ, અડદ, મકાઇ સહિતના પાકને ફાયદો થશે

હાલ રાજકોટ જિલ્લાના હાલ જિલ્લાના કોટડાસાંગાણીમા મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં એક કલાકમાં ગાજવીજ સાથે ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલ ભારે વરસાદના પગલે બસ સ્ટેશન રોડ પર ભરાયા પાણી ભરાયા છે. ભારે વરસાદથી ખેતીના પાકને મળ્યુ જીવનદાન છે. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ અને જસદણના આટકોટ, જંગવડ, ખારચીયા, પાંચવડા સહિતના ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા. વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઈ છે. હાલ કપાસ, મગફળી, મગ, અડદ, મકાઇ સહિતના પાકને વરસાદની તાતી જરૂરિયાક હોય ત્યારે જ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાય જતા પાકને ફાયદો થયો છે. આ ઉપરાંત ગોંડલ તાલુકાના મોવિયા ગામે વીજળી પડી હતી. જેમાં મોવિયાના ગોવિંદનગરમાં મકાન પર પાણીની સોલાર પર વીજળી પડી હતી. પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ નથી.

કોટડાસાંગાણીમા મેઘરાજા થયા મહેરબાન
કોટડાસાંગાણીમા મેઘરાજા થયા મહેરબાન
પાણીની સોલાર પર વીજળી પડી હતી
પાણીની સોલાર પર વીજળી પડી હતી
ઉપલેટામાં વરસાદ શરૂ
ઉપલેટામાં વરસાદ શરૂ

આગાહીને પગલે ઉપલેટામાં વરસાદ શરૂ થયો
ઉપલેટામાં આજ સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં શહેરના માર્ગો પર વરસાદના પાણી વહેતા થયા હતા. વાતાવરણમા પણ ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને પગલે ઉપલેટામાં વરસાદ શરૂ થયો છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ.
ગોંડલમાં ધોધમાર વરસાદ.

ગોંડલમાં ધોધમાર વરસાદ
ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી જ અસહ્ય ગરમી વચ્ચે લોકો અકળાયા હતા. જોકે, બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

નાળા છલકાયા.
નાળા છલકાયા.

34 ફૂટના વિશાળ ભાદર ડેમનું લેવલ 18 ફૂટે પહોંચ્યું
માત્ર ગત વર્ષની સાથે સરખામણી કરીએ તો 45.4 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વખતે 575 મિમિ એટલે કે 23 ઇંચ વરસાદ પડ્યો છે. જે ગત વર્ષથી 22 ઇંચ ઓછો છે. હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજકોટમાં માંડ બે ઇંચ વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ હજુ આગાહી છે. સારો વરસાદ પડે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યાં છે. ડેમોની સ્થિતિ જોઇએ તો 29 ફૂટના આજી ડેમનું લેવલ 16 ફૂટ, 25 ફૂટના ન્યારી ડેમની સપાટી 17.88 ફૂટ અને 34 ફૂટના વિશાળ ભાદર ડેમનું લેવલ 18 ફૂટ રહ્યું છે. તેમાં પણ છેલ્લા વરસાદથી ભાદરમાં ત્રણ ફૂટ પાણી આવ્યું હતું. હવે વરસાદ પહેલા આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાના પાણી આવશે અને રાજકોટની પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવું શાસકો કહી રહ્યાં છે.

વાડીના રસ્તાઓ પાણી પાણી થયા.
વાડીના રસ્તાઓ પાણી પાણી થયા.

20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે
હવામાન વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં થંડર સ્ટ્રોમની ગતિવિધિ વધશે. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે.

વાડી જવાના રસ્તા પર પાણી ભરાયા.
વાડી જવાના રસ્તા પર પાણી ભરાયા.

(કરસન બામટા, આટકોટ,પિન્ટુ ભોજાણી, ગોંડલ,કલ્પેશ જાદવ,કોટડાસાંગાણી)