તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • With The Verbal Instruction Of The Chancellor And The Registrar, 13.45 Lakhs Including 10.04 Lakhs Were Given The Task Of Removing And Removing Soil

ભાસ્કર એક્સપોઝ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ - કુલપતિ અને રજિસ્ટ્રારની મૌખિક સૂચનાથી 10.04 લાખ સહિત 13.45 લાખનું માટી નાખવા-ઉપાડવાનું કામ અપાયું

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોન્ટ્રાક્ટરે બિલમાં 76.30 કલાકમાં 963 ફેરા કર્યાનું દર્શાવ્યું, કુલસચિવે એ કામ સંતોષકારક દર્શાવી પેમેન્ટ ચૂકવી દીધું! - Divya Bhaskar
કોન્ટ્રાક્ટરે બિલમાં 76.30 કલાકમાં 963 ફેરા કર્યાનું દર્શાવ્યું, કુલસચિવે એ કામ સંતોષકારક દર્શાવી પેમેન્ટ ચૂકવી દીધું!
 • રજિસ્ટ્રારે ગ્રાઉન્ડ મેન્ટેનન્સના નામે 3.28 લાખ, પરચૂરણ કામને નામે 1.94 લાખ ખર્ચી નાખ્યા!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો વિવાદ ચાલી રહ્યો છે જેમાં 963 ટ્રેક્ટર ફેરા કર્યાનું બિલ રજિસ્ટ્રારની સૂચનાથી પાસ થઇ ગયું છે. કુલપતિએ આ માટે તપાસ સમિતિની રચના કરી છે જેની બુધવારે પ્રથમ મિટિંગ છે, પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ પાસે માટી કૌભાંડ અંગેના એવા પુરાવા છે જેમાં કુલપતિ અને કુલસચિવની માત્ર મૌખિક સૂચનાથી જ લાખોના કોન્ટ્રાક્ટ ટેન્ડર પ્રક્રિયા વિના આપી દેવાયા.

મૌખિક સૂચનાથી કયા-કયા કામ થયા?
કુલપતિની મૌખિક સૂચનાથી જે કામો થયા છે તેમાં સિક્યુરિટી ઓફિસથી આંકડાશાસ્ત્ર ભવન સુધી વેસ્ટ મટિરિયલ ઉપાડવાનું કામ રૂ. 36,110, કાલાવડ રોડના ગેટથી મુંજકા ચોકડી સુધી કચરો-પાંદડાં ઉપાડવાનું કામ રૂ. 76,631, મુંજકા ચોકડીથી સિક્યુરિટી ઓફિસ સુધી કચરો ઉપાડવાનું કામ રૂ. 82,930, બાયોકેમિસ્ટ્રી ભવન આસપાસ વેસ્ટ મટિરિયલ ઉપાડવાનું કામ રૂ. 83365, કિડની હોસ્પિટલથી મુંજકા ગેટ સુધી કચરો ઉપાડવાનું કામ રૂ. 54620માં કોન્ટ્રાક્ટ અપાયો હતો. રજિસ્ટ્રારની મૌખિક સૂચનાથી ગ્રાઉન્ડ મેન્ટેનન્સ માટે રૂ. 3,28,600 લાખનું કામ, વૃક્ષ કટિંગ કરી તેનો કચરો અન્ય જગ્યાએ નાખવાનું કામ રૂ. 83,325, સ્વિમિંગ પૂલની આગળ પાછળ જમીનને સમથળ કરવાનું કામ રૂ. 65,325 અને પરચૂરણ કામ હેઠળ રૂ. 1,94,499ના કામ કર્યા છે.

ટેન્ડર વિના થયેલા કામોની યાદી
આ ઉપરાંત ટેન્ડર વિના જે કામો થયા છે તેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી બાયોટેક્નોલોજી ભવન સુધી ટ્રેક્ટર દ્વારા મોરમ નાખી લેવલિંગનું કામ રૂ. 32,877, કાયદા ભવન પાસે મોરમ નાખવાનું કામ રૂ. 44,220, કાયદા ભવન અને સેન્ટ્રલ લેબોરેટરી રસ્તા પર મોરમ નાખવાનું કામ રૂ. 34,740, કુલપતિ નિવાસથી પ્રોફેસર ક્વાર્ટરવાળા રસ્તા પાસે મોરમ નાખી સમથળ કરવાનું કામ રૂ. 35,125, સિક્યુરિટી ઓફિસ પાસે મોરમ નાખવાનું કામ રૂ. 33,568, કેમ્પસમાં રસ્તાની બંને બાજુ મોરમ નાખી સમથળ કરવા રૂ. 40,253, સંસ્કૃત ભવનમાં મોરમ નાખવા રૂ. 28,027, ઓસમ બોયઝ હોસ્ટેલમાં મોરમ પાથરવા રૂ. 46,200 અને શેત્રુંજય બોયઝ હોસ્ટેલમાં મોરમ પાથરવા રૂ. 44,880ના કામના કોન્ટ્રાક્ટ અપાયા છે.

જતિનની જાદુગરી: 4.77 મિનિટમાં એક ફેરો મંજૂર કર્યો

 • કોન્ટ્રાક્ટરે બિલમાં કુલ 963 ફેરા કર્યા હોવાનું દર્શાવ્યું છે.
 • બિલમાં કુલ કામના કલાકો 76.30 લખવામાં આવ્યા છે.
 • 76.30 કલાકને મિનિટમાં કન્વર્ટ કરીએ તો કુલ 4590 મિનિટનું કામ થાય.
 • કુલ 4590 મિનિટને 963 ફેરા વડે ભાગાકાર કરવામાં આવે.
 • એક ફેરો માત્ર 4 મિનિટ અને 77 સેકન્ડનો થાય.
 • આ 4.77 મિનિટમાં જેસીબી ખાડો ખોદે, માટી ટ્રેક્ટરમાં ભરે, ટ્રેક્ટર અન્ય સ્થળે ખાલી કરીને પાછું પણ આવી જાય.
 • 363 એકરમાં ફેલાયેલી યુનિવર્સિટીમાં એક સ્થળેથી બીજે ટ્રેક્ટર ઠાલવવા મિનિમમ 20 મિનિટ થાય.
 • પરંતુ જાદુગર ડો. સોનીએ માત્ર 4.77 મિનિટમાં જ જેટ ઝડપે કામગીરી કરાવી.
 • પોતે જ કોન્ટ્રાક્ટરનું કામ સંતોષકારક ગણાવી પેમેન્ટ માટે ભલામણ કરી.
અન્ય સમાચારો પણ છે...