તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રસીનો સ્ટોક વધારે રહેતા હવે મમતા દિવસનું બહાનું નહિ, રસીકરણ ચાલુ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જથ્થો ન હતો ત્યારે સપ્તાહમાં બે દિવસ કામના બહાને વેક્સિનેશન બંધ હતું
  • રાજકોટને એક દી’માં 25000 ડોઝ અપાયા હતા પણ તેટલા લોકો ન આવ્યા

રાજકોટમાં વેક્સિનેશન ચાલી રહ્યું હતું એ દરમિયાન દોઢ મહિના પહેલા અચાનક જ જાહેરાત કરાઈ હતી કે રવિવારે વેક્સિનેશનમાં રજા રહેશે. આ ઉપરાંત બુધવારે બાળકોનું રસીકરણ કરવા માટે મમતા દિવસ હોવાથી તે કામમાં અડચણ ન આવે એટલે કોરોનાનું વેક્સિનેશન બંધ રહેશે આ રીતે સપ્તાહમાં બે વખત રસીકરણ બંધ રાખી દેવાયું હતું. તેની પાછળ રસીના સ્ટોકની અછતનું પણ પડદા પાછળ કારણ હતું જે હવે સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં બુધવારે 9285 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો.

રાજકોટ શહેરમાં બુધવાર એટલે કે મમતા દિવસે રસીકરણ ચાલુ રહ્યું હતું જે સાબિત કરે છે કે મમતા દિવસની કામગીરીમાં કોવિડ વેક્સિનેશન અડચણરૂપ બનતું જ નથી પૂરતો સ્ટોક હોય તો ત્યારે પણ કરી શકાય છે. 31 ઓગસ્ટે રાજ્યભરમાં એક જ દિવસમાં સૌથી વધુ રસીકરણ કરવાનો વિક્રમ નોંધાયો હતો અને તે માટે અગાઉથી તૈયારીના ભાગરૂપે દરેક મનપા અને જિલ્લાને ટાર્ગેટ અપાયો હતો અને તેટલો જથ્થો મોકલી અપાયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાને એક જ દિવસમાં 25000 ડોઝ આપવાનો લક્ષ્યાંક હતો જો કે તેની સામે માત્ર 8800 જેટલા ડોઝ અપાઈ શક્યા હતા અને બીજા ડોઝ વધ્યા હતા. બીજે દિવસે બુધવાર હોવાથી મમતા દિવસને લઈને માત્રને માત્ર બીજા જ ડોઝ અપાય અથવા તો રસીકરણ બંધ રાખવાનું હોય પણ જથ્થો હોવાથી મનપાએ વેક્સિનેશન ચાલુ રાખ્યું જેમાં 13825 ડોઝ અપાયા હતા. આ સાથે રાજકોટ શહેરમાં કુલ 9.87 લાખ લોકોએ રસી લીધી છે તે પૈકી 4 લાખે બંને ડોઝ લઇ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...