• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • With The 'One Week, One Road' Campaign In Rajkot, 2500 Feet Parking Space Has Been Opened From Tawai, Pantaloon And Business Terminal On Yagnik Road Of The Corporation.

કાર્યવાહી:રાજકોટમાં ‘વન વીક, વન રોડ’ ઝુંબેશને લઈ મહાપાલિકાની યાજ્ઞિક રોડ પર તવાઈ, પેન્ટાલુન અને બિઝનેસ ટર્મિનલમાંથી 2500 ફુટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાઈ

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનપા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરુ કરી - Divya Bhaskar
મનપા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરુ કરી
  • વેરા વસુલાત શાખા દ્વારા 17 પ્રોપર્ટીની રૂ.27.82 લાખની વસુલાત

રાજકોટમાં આજે ‘વન વીક, વન રોડ’ ઝુંબેશ' હેઠળ મનપા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરુ કરી હતી. જ્યાં આજે યાજ્ઞિક રોડ પર પેન્ટાલુન બિલ્ડીંગ અને બિઝનેસ ટર્મિનલમાંથી 2500 ફુટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાઈ હતી.

17 આસામી પાસેથી રૂ.27.82 લાખનો ટેકસ વસુલાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડો.યાજ્ઞિક રોડ રોડ ખાતે દબાણ હટાવવા, સફાઇ, ડિમોલીશન, ફૂડ ચેકીંગ, વૃક્ષના ટ્રીમીંગ, ટેકસ વસુલાત સહિતની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવી તુરંતુ રસ્તાનું કામ પણ કમિશ્નરે સ્થળ પર જઇને કરાવ્યું હતું તો બપોર સુધીમાં 17 આસામી પાસેથી રૂ.27.82 લાખનો ટેકસ પણ વસુલાયો હતો.

1200 ચો.ફૂટ જેટલી જગ્યા કપાત કરવામાં આવી
1200 ચો.ફૂટ જેટલી જગ્યા કપાત કરવામાં આવી

અંદાજે 1200 ચો.ફૂટ જેટલી જગ્યા કપાત કરવામાં આવી
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નં. 7 માં સમાવિષ્ટ ડો. યાજ્ઞિક રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં 2 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 2500 ચો. ફૂટ પાર્કિંગ, રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. બે ચાલુ બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ લગાડવા માટે સુચના આપવામાં આવેલ છે. ગેસ્ફોર્ડ સિનેમા સામે પેટ્રોલ પંપ બાજુમાં રાધીકા કોર્પોરેશન, પેન્ટાલુન બિલ્ડીંગ ખાતે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળની અંદાજે 1200 ચો.ફૂટ જેટલી જગ્યા કપાત કરવામાં આવેલ છે.

મનપા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરુ કરી
મનપા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરુ કરી

એકંદરે 2500 ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી
બાંધકામ શાખા દ્વારા મેટલીંગનું કામ શરૂ કરી, રોડ પહોળો કરવાની કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત યાજ્ઞિક રોડ પરના બિઝનેસ ટર્મીનલ ખાતે પણ 1300 ફુટ જેટલી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવી ઝીરો લેવલ પાર્કિંગ, પતરા દુર કરવાની કામગીરી કરાઇ હતી. બે જગ્યાએ ચાલુ બાંધકામે ગ્રીન નેટ મુકવવામાં આવી હતી અને એકંદરે 2500 ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

17 આસામી પાસેથી રૂ.27.82 લાખનો ટેકસ પણ વસુલાયો હતો
17 આસામી પાસેથી રૂ.27.82 લાખનો ટેકસ પણ વસુલાયો હતો

કચરો ફેંકતા ચાર વેપારી પાસેથી રૂા.1250 દંડ વસૂલાયો
સફાઇ તંત્ર દ્વારા જાહેરમાં કચરો ફેંકતા ચાર વેપારી પાસેથી રૂા. 1250, ડસ્ટબીન ન રાખતા ચાર દુકાનદાર પાસે રૂા. 1100, પ્લાસ્ટીકના ઝબલા વાપરવા બદલ રૂા.1400નો દંડ લેવાયો હતો. પબ્લીક ટોયલેટ અને ટવીન બીન રીપેર કરાયા હતા તો વોંકળા સફાઇ પણ કરવામાં આવી હતી.

આજે સવારે ખોદકામના કારણે એક વર્ષો જુનુ ઘટાદાર વૃક્ષ ધરાશાયી
આજે સવારે ખોદકામના કારણે એક વર્ષો જુનુ ઘટાદાર વૃક્ષ ધરાશાયી

યુનિ. રોડ પર વર્ષો જુનુ વૃક્ષ ધરાશાયી, દુર્ઘટના ટળી
શહેરના યુનિ. રોડ પરના કોટેચા ચોક તરફના ખુણા પર જ આજે સવારે ખોદકામના કારણે એક વર્ષો જુનુ ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જેની જાણ થતા ફાયર અને ગાર્ડન શાખાએ સ્થળ પર જઇને તુરંત વૃક્ષ દુર કરવા કામગીરી કરી હતી. જે કારણે થોડો સમય ટ્રાફિક પણ જામ થયો હતો. સદભાગ્યે હજુ વાહનોની અવરજવર બહુ વધી ન હોય, ભીડવાળા રસ્તે કોઇ દુર્ઘટના થઇ ન હતી. આ ઝાડ લાંબા સમયથી નબળુ પડી ગયાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. વરસાદમાં પણ આ વૃક્ષ ટકી ગયું હતું પરંતુ આજે સવારે આ વર્ષો જુના વૃક્ષે દમ તોડયો હતો. જે ડાળીઓ હટાવતી ફાયર શાખા અને વાહનોની લાઇન જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...