તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • With The Help Of Gokhanpatti The Student Becomes A Doctor, Engineer Or CA But Cannot Face The Practical Questions Of Life, Children Have To Be Creative

આદર્શ શિક્ષણ:ગોખણપટ્ટીના સહારે વિદ્યાર્થી ડોક્ટર, ઇજનેર કે સીએ બની જાય છે પરંતુ જીવનના વ્યવહારિક પ્રશ્નોનો સામનો કરી શકતા નથી, બાળકોને સર્જનશીલ બનાવવા પડશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવાદાસ અને BAPSના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામી. - Divya Bhaskar
ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવાદાસ અને BAPSના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામી.
  • રાજકોટના ટોચના સંતોએ કહ્યું, આદર્શ શિક્ષણમાં બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ

કોરોના મહામારીમાં હાલ છેલ્લા દોઢેક વર્ષથી ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા અમલી થઇ છે. આ વ્યવસ્થાની સારી અને ખરાબ બંને બાબતો સામે આવી છે પરંતુ આદર્શ શિક્ષણ વ્યવસ્થા શું છે અને શું હોવી જોઈએ, બાળકોમાં શું ખૂટે છે, શિક્ષણમાં શું ઉમેરવું જોઈએ, વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના સારા અને ખરાબ પાસા શું છે, એવું શું કરવામાં આવે કે જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય.

આ તમામ બાબતો અંગે ‘દિવ્ય ભાસ્કરે’ રાજકોટના ટોચના સંતો રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, બીએપીએસના સંત અપૂર્વમુનિ સ્વામી, ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવાદાસજી અને ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત સ્વામી રાધારમણદાસજી પાસેથી આદર્શ શિક્ષણ વ્યવસ્થા અંગે જાણ્યું. સંતોએ કહ્યું કે, માહિતીપ્રદ કે ગોખણપટ્ટીની વિદ્યા નહીં ચાલે, શાળાઓએ વિદ્યાર્થીઓને સર્જનશીલ બનાવવા પડશે, સર્વાંગી વિકાસ કરવો પડશે. આદર્શ શિક્ષણમાં બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ.

ક્રિએટિવિટી આધારિત શિક્ષણ જરૂરી છે
રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું- સૌથી પહેલા ભણતરનો ભાર ઓછો કરવો પડશે. ગોખણપટ્ટીની વિદ્યાને વિદાય આપી ક્રિએટિવિટી વિદ્યાર્થીઓમાં ખીલે એના માટેના પ્રયત્નો કરવા પડશે. માત્ર પરીક્ષાલક્ષી કેળવણીને બદલે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ જરૂરી છે. વિદ્યાર્થીને પોતાના પગ પર ઊભા રહેવાની કેળવણી અપાશે તો આપણું ભવિષ્ય ઉજ્જવળ થશે.

સંવાદ જેટલો વધુ એટલું સારું પરિણામ
BAPSના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ કહ્યું- દોઢ વર્ષ દરમિયાન જે ઓનલાઈન બાળકો ભણ્યા છે તે અસરકારક નથી. એમાં શિક્ષકો અને બાળકો બંનેની કેટલીક મર્યાદાઓ રહી છે. માત્ર ઓનલાઈન ક્લાસ લેવાથી કે લેશન આપી દેવાથી પૂરું થઇ જતું નથી. શિક્ષક-છાત્ર વચ્ચેનો સંવાદ અને વાલી-બાળક વચ્ચેનો સંવાદ જેટલો વધશે એટલું સારું પરિણામ મળશે.

વ્યવહારિક શિક્ષણ વર્તમાન સમયની માંગ
ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવાદાસએ કહ્યું- ગોખણપટ્ટીના સહારે વિદ્યાર્થી ડૉક્ટર, ઈજનેર, વકીલ કે CA બની જાય છે પરંતુ જીવનના વ્યવહારિક પ્રશ્નોનો સામનો કરવા સમયે હારી જાય છે. આધુનિક શિક્ષણ પ્રણાલીમાં શ્રીમદ્ ભગવદ ગીતા અને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન સમાવવું જોઈએ. કારણ કે, તે માત્ર ધાર્મિક પુસ્તકો નથી, મનુષ્ય જીવનનો ઉદ્દેશ શીખવે છે.

બાળકોને માનસિક મજબૂત કરવા પડશે
સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજીએ કહ્યું- બાળકોના શિક્ષણ અને કુમળા માનસ પર પડી છે. હવે અભ્યાસ સાથે માનસિક પણ મજબૂત કરવા પડશે. હવે શિક્ષણવિદ્દો, સરકાર હકારાત્મક વલણ અપનાવે તે જરૂરી છે.

આજે સારા ડોક્ટર બને છે, માણસ નહીં!
આર્ષવિદ્યા મંદિરના અધ્યક્ષ પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું- જીવન જીવવાનું શિક્ષણ મળવું જોઈએ. અત્યારે સારા ડોક્ટરનું, સારા ઈજનેરનું શિક્ષણ છે પરંતુ માણસને ગુણવત્તા સુધારવાનું, સારા માણસ બનાવવાનું કોઈ જ શિક્ષણ નથી.

અન્ય સમાચારો પણ છે...