રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે મમતા દિવસનું બહાનું કાઢીને રસીકરણ બંધ કરવા નિર્ણય લીધો હતો. તે દિવસે એક પણ જિલ્લા કે મહાનગરપાલિકાને સ્ટોક મળ્યો ન હતો અને અચાનક બીજા બે દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવારે પણ રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત કરી દેવાઈ હતી.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસી બંધ થઈ પણ ખાનગી હોસ્પિટલમાં ચાલતા કેન્દ્રો બંધ થયા નથી અને બે જ દિવસમાં 11369 ડોઝ વેચાયા છે. જેમાં બુધવારે 6452 અને ગુરુવાર સાંજની સ્થિતિએ 4917 ડોઝ વેચાયા છે. આ દરેક ખાનગી સેન્ટર પર વેક્સિનની કિંમત કોવિશીલ્ડના 780 અને તેમાં 150 સર્વિસ ચાર્જ સાથે 930 થાય છે. જે ચાર્જ મેળવતા બે દિવસમાં ખાનગી હોસ્પિટલમાંથી વેક્સિન લેવા માટે લોકોએ 1.05 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
બે દિવસ દરમિયાન સૌથી વધુ અમદાવાદમાં 2824 ડોઝ વેચાયા છે. હજુ શુક્રવારે પણ વેક્સિનેશન બંધ છે તેથી ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવા માટે લોકો મજબૂર બનશે. કારણ કે, 9.73 લાખ કરતા વધુ લોકોને રસી લીધાને 84થી 90 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. જેમ જેમ દિવસ વધશે તેમ તેમ હવે દૈનિક 1 લાખ લોકો બીજા ડોઝ માટે તેમા ઉમેરાતા જશે.
3થી 16 એપ્રિલ સુધીમાં 28.69 ડોઝ લેવાયા હતા
રાજ્યમાં એપ્રિલ મહિનામાં સૌથી વધારે વેક્સિનેશન થયું હતું. એપ્રિલ મહિનાની શરૂઆતના જ સપ્તાહમાં 15 લાખ લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. 3 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન જે લોકોએ રસી લીધી છે તેમને 84 દિવસ પૂરા થઈ ગયા છે અને અમુકને આવતા સપ્તાહ સુધીમાં પૂરા થઈ જશે. તેના અડધા લોકોને પણ સમયસર વેક્સિન આપી શકાય તો પણ 7 દિવસમાં 14 લાખ ડોઝ માત્ર બીજા ડોઝ માટે ફાળવવા પડે જેમાંથી 3 દિવસ તો વેક્સિનેશન બંધ છે. શનિવારે રસીકરણ થશે તો પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.
ગુરુવારે આ ખાનગી કેન્દ્રોમાં આટલું રસીકરણ થયું
મહાનગરપાલિકા | ડોઝ |
અમદાવાદ શહેર | 1479 |
સુરત શહેર | 903 |
રાજકોટ શહેર | 221 |
વડોદરા શહેર | 152 |
ગાંધીનગર શહેર | 268 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.