તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ITI બંધ થતાં રોજના 500થી વધુ લર્નિંગ લાઇસન્સનું કામ ઠપ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લર્નિંગ વિના પાકા લાઇસન્સ કઢાવવામાં પણ મુશ્કેલી RTOમાં પાકા લાઇસન્સના અરજદારો પણ ઘટ્યા

સરકારે શાળા-કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ કોરોના મહામારીમાં બંધ રાખવાની સૂચના આપ્યા બાદ હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે ત્યારે શહેર અને જિલ્લાની આઈટીઆઈ પણ બંધ હોવાને કારણે ત્યાં થતી લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા પણ ખોરવાઈ છે. રાજકોટ જિલ્લામાં 10થી વધુ આઈટીઆઈ આવેલી છે જેમાં દરરોજ 50થી વધુ અરજદારોને લર્નિગ લાઇસન્સ કાઢી આપવામાં આવી રહ્યા હતા, પરંતુ હાલ મોટાભાગની આઈટીઆઈ બંધ હોવાને કારણે લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા પણ ઠપ થઇ છે.

જિલ્લાની તમામ આઈટીઆઈમાં દરરોજ 500થી વધુ લર્નિંગ લાઇસન્સ ઈશ્યૂ થઇ રહ્યા હતા પરંતુ હાલ મોટાભાગની આઈટીઆઈ બંધ હોવાને કારણે લોકોની ઓનલાઈન અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. શહેરના આજીડેમ નજીક આવેલા આઈટીઆઈના આચાર્ય એન.પી રાવલે પણ હાલ લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા બંધ હોવાનું જણાવ્યું છે.

ટુ વ્હિલર, ફોર વ્હિલર સહિતના વાહનો માટે લર્નિંગ લાઇસન્સ નહીં નીકળતા હોવાને કારણે પાકા લાઇસન્સ કાઢવામાં પણ મુશ્કેલી પાડી રહી છે. અરજદારને જ્યાં સુધી લર્નિંગ લાઇસન્સ ન મળે ત્યાં સુધી તે પાકા લાઇસન્સ માટેની એપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકતા નથી એટલે પાકું લાઇસન્સ મળી શકે નહીં. જિલ્લામાં આઈટીઆઈ પણ બંધ હોવાને કારણે લર્નિગ લાઇસન્સ નહીં મેળવી શકતા અરજદારોનો આરટીઓમાં પણ ટ્રાફિક ઓછો જોવા મળે છે.

હાલ આરટીઓ કચેરી ચાલુ છે પરંતુ પાકા લાઇસન્સ માટે લર્નિંગ વિના અરજી થઇ શકતી ન હોવાને કારણે આરટીઓની ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે પણ અરજદારોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે હાલ ઓનલાઈન પરિવહનની વેબસાઈટમાં એ.વી પારેખ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, ટાગોર રોડ અને ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજ આ બે જ વિકલ્પ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...