તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગત વર્ષે ચેકડેમ ઊંડા ઉતારવાનું કામ કરનાર લોકોને હજી સુધી સરકારે ચૂકવણું કર્યું નથી તેવો આક્ષેપ રાજકોટ ભારતીય કિસાન સંઘે કર્યો છે. આજે કિસાન સંઘે બેનર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પાઠવ્યું હતું. કિસાન સંઘની માગણી છે કે, વહેલી તકે ચૂકવણું સરકાર દ્વારા કરવામાં આવે અને ચાલુ વર્ષે વધુ વધુમાં ચેકડેમ ઊંડા કરવામાં આવે.
દર વર્ષે ગામ દિઠ 1 પણ ચેકડેમ રિપેર તેમજ ઊંડું થાતું નથી
કિસાન સંઘે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અલગ અલગ વિભાગના કારણે ડેમ ક્યાં વિભાગનો છે તે શોધવામાં જ મહિનાઓ નીકળી જાય છે અને અધિકારીઓ કારણ વગરના સમય અને ડીઝલનો વ્યય કરે છે. આવા પાણી બચાવાનાના અગત્યના કામમાં 6040ની યોજના કરીને સરકાર ચેકડેમના કામ કરવામાં કોઈ પણ પ્રકારની ધગશ દાખવતી નથી તે સાબિત થાય છે. સરકારી અને ખોદકામના ભાવના પ્રમાણ કરતા સુજલામ-સુફલામમાં માત્ર 30 રૂપિયા ઘનમીટરનો ભાવ આપીને સરકારને આ કામ કોઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે તેમા આંનદ છે. રાજકોટ જિલ્લામાં 596 ગામના સરેરાશ દર વર્ષે ગામ દિઠ 1 પણ ચેકડેમ રિપેર તેમજ ઊંડું થાતું નથી.
ડેમો રિપરિંગ કરવામાં આવે તેનાથી વધુ તો તૂટી જાય છે
સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે જેટલા ડેમો રિપરિંગ કરવામાં આવે છે તેનાથી વધુ તો તૂટી જાય છે. 3 વર્ષથી ભારતીય કિસાન સંઘ દ્વારા રિપેરિંગ કરવાની માગણી કરેલા ડેમો પણ પૂર્ણ કર્યા નથી. સિંચાઈ વિભાગ ડેમો ઊંડા ઉતારવામાં સક્ષમ નથી પરંતુ ખેડૂતો સ્વખર્ચે પણ ઊંડા ઉતારવા માંગે છે. ત્યારે પણ મંજૂરી માટે ઓફિસોના ધક્કા ખવડાવે છે.તાત્કાલિકના ધોરણે ગયા વર્ષનું ચૂકવણું કરવામાં આવે અને ચાલુ વર્ષે વધારેમાં વધારે કામો થાય તેવી અમારી માગ છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.