તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશા:રાજકોટ શહેરમાં 200થી વધુ રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા, હવે છૂટ મળતા વેપારમાં 30% વધારો થશે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફૂડ બિઝનેસે ઘણો માર સહન કર્યો છે હવે 60% વેપાર થવાના અણસાર : એસોસિએશન

રાજ્ય સરકારે 11 તારીખથી વેપાર ધંધા માટે નવી છૂટછાટ જાહેર કરી છે જેમાં હોટેલ રેસ્ટોરન્ટમાં લોકોને બેસીને જમવાની છૂટ મળી છે તેમજ રાત્રીના 9 સુધી ટેક અવે અને રાત્રીના 12 સુધી હોમ ડિલિવરીની પણ છૂટ આપતા હવે સવારથી રાત્રીના 12 વાગ્યા સુધી હોટેલ રેસ્ટોરન્ટ ધમધમશે. જેને કારણે આ સેક્ટરમાં 30 ટકા બિઝનેસ ગ્રોથ ઉપરાંત કોરોના પહેલાની સ્થિતિએ ધંધો હતો તેના 60 ટકા જેટલો થાય તેવી આશા રાજકોટ ફૂડ એન્ડ બેવરેજિસ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શેખર મહેતાએ જણાવી છે.

11મીથી હોટેલ રેસ્ટોરન્ટ શરૂ થશે એટલે એક ટેબલ છોડીને બીજા ટેબલ પર ગ્રાહકોને બેસાડાશે. એન્ટ્રી પહેલા ટેમ્પરેચર મપાશે અને સેનિટાઈઝર પણ અપાશે. હોટેલ અને રેસ્ટોરન્ટનો તમામ સ્ટાફ વેક્સિનેટ હશે અને માસ્ક તેમજ ગ્લોવ્ઝ પહેરેલા હશે અને પછી જ સર્વ કરાશે. તમામ ક્રોકરી સાબુના પાણીથી ઘસીને સાફ કરાશે.

છેલ્લા કેટલાક સમયથી નાઇટ કરફ્યુના કારણે અને નિયમોને કારણે હોટેલ રેસ્ટોરેન્ટમાં માત્ર ટેકઅવે જ શરૂ હતું. જેથી ઘણી બાબતોની હોટેલ રેસ્ટોરેન્ટમાં અસર થઇ છે. હવે નિર્ધારીત સમય સુધી રેસ્ટોરેન્ટમાં નિર્ધારીત સંખ્યા સાથે છૂટછાટો આપવામાં આવી છે. જેના કારણે લાંબા સમયથી મંદ પડેલો આ વ્યવસાયમાં હવે ફરી પ્રાણ ફૂંકાશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

બીજી તરફ અગાઉ જે મંદી આવી તેને સરભર કરવાનો પણ પડકાર સામે ઊભો છે. જો કે આજના નિર્ણય બાદ હોટેલ રેસ્ટોરેન્ટના સંચાલકોના ચહેરા પર ખુશી જોવા મળી છે.

કોરોના બાદ પ્રતિબંધોને કારણે 30% યુનિટ બંધ થયા, સવાર સાંજ 15 ટકા ગ્રોથ આવશે
શેખર મહેતા જણાવે છે કે, કોરોના બાદ પ્રતિબંધોને કારણે આ ઈન્ડસ્ટ્રીને ખૂબ માર પડ્યો છે રાજકોટના 30 ટકા હોટેલ રેસ્ટોરન્ટ જેની સંખ્યા 200 કરતા પણ વધારે છે તેઓએ પોતાના ફૂડ બિઝનેસ બંધ કરી દેવા પડ્યા તેવી હાલત થઈ છે.

પહેલાની સરખામણીમાં 30 ટકા પણ ધંધો થતો નથી. હવે જ્યારે ડાઈન ઈનની છૂટ મળી છે તો સવારથી સાંજના બિઝનેસમાં 15 ટકા વધારો થશે તેમજ રાત્રીના 12 સુધી હોમ ડિલિવરીની છૂટ મળતા સાંજથી રાતનો પણ બિઝનેસ મળતા તે સહિત 30 ટકા વધારો થશે. આ કારણે પહેલાની સરખામણીએ બિઝનેસ વધશે પણ પ્રિ-કોવિડની સ્થિતિએ 60 ટકા જ રહેશે. જોકે આ છૂટને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝને ઘણી રાહત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...