તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:ધોરાજીમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા, ઉનાળુ પાકને નુકસાન

ધોરાજી11 દિવસ પહેલા
ધોરાજીમાં ધોધમાર વરસાદ.
  • ધોધમાર વરસાદથી ઉનાળુ પાક બાજરી, મગ અને તલને નુકસાન પહોંચ્યું

સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી અલગ અલગ વિસ્તારમાં રોજ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. ધોધમાર વરસાદથી ઉનાળુ પાક બાજરી, મગ અને તલને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
હાલ અસહ્ય ગરમીને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા ટુવ્હિલરચાલકોને મુશ્કેલી પડી હતી.

નેશનલ હાઇવે પર પાણી ભરાયા.
નેશનલ હાઇવે પર પાણી ભરાયા.

પાંચ દિવસ પહેલા રાજકોટમાં બે દિવસ વરસાદ વરસ્યો હતો
રાજકોટમાં બે દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના મોરબી રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો