ખેડૂતો ખુશ:કપાસના એક મણનો ભાવ રૂ.2111, આવક ઓછી અને ડિમાન્ડ વધુ રહેતા સટ્ટાખોરો સક્રિય બન્યા, તકનો લાભ લેતા સંગ્રહખોરો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી કપાસના ભાવમાં સતત વધારો થતો જાય છે. બુધવારે અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ નોંધાતા વ્હાઇટ ગોલ્ડ વધુ મોંઘું બન્યું છે. બુધવારે બેડી યાર્ડમાં એક મણ કપાસનો ભાવ રૂ.2100ની સપાટી કુદાવતા શુકનના સોદા થયા હતા. એક મણનો ભાવ રૂ. 2111 એ પહોંચ્યો હતો.

આમ, આવક ઓછી રહેતા અને સામે ડિમાન્ડ વધારે રહેતા સટ્ટાખોરો સક્રિય બન્યા છે. તકનો લાભ લઈને ખેડૂતો પાસેથી કપાસ ખરીદ કરીને તેઓ સંગ્રહ કરતા બજારમાં કૃત્રિમ અછત જોવા મળી રહી છે. કપાસનો ભાવ વધવાની સાથે-સાથે કપાસિયા તેલમાં પણ ઉછાળો આવ્યો છે. બેડી યાર્ડમાં દૈનિક 3 લાખ કિલો કપાસની આવક થાય છે અને તે માત્ર કલાકોમાં જ કપાસ ખપી જતો હોવાનું વેપારીઓ જણાવે છે.

બુધવારે બેડી યાર્ડમાં હાલમાં દૈનિક ટર્નઓવર રૂ. 20 કરોડ છે. તેમાંથી મોટાભાગનો હિસ્સો કપાસ અને મગફળીનો છે. કપાસનો ભાવ રેકોર્ડબ્રેક થતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા હતા. કપાસના વેપારી અને યાર્ડના દલાલોના જણાવ્યાનુસાર અત્યારે કપાસનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ છે.

અન્ય સમાચારો પણ છે...