તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છરજન્ય રોગચાળો:ડેન્ગ્યુના વધુ 7 સાથે શહેરમાં 39 કેસ નોંધાયા, મલેરિયાના 21 દર્દી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાત્રી સભાથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ. - Divya Bhaskar
રાત્રી સભાથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ.
  • રેપિડ ટેસ્ટથી આવતા ડેન્ગ્યુના કેસની સંખ્યા તેના કરતા અનેકગણી વધુ

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે ખાસ કરીને ડેન્ગ્યુના કેસનો દર પ્રતિ સપ્તાહે વધી રહ્યો છે. જુલાઈમાં એક જ માસમાં સાત કેસ હતા જ્યારે છેલ્લા એક સપ્તાહમાં જ સાત કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત મલેરિયા અને ચિકનગુનિયાનો પણ પગપેસારો થયો છે.

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 39 કેસ કે જે એલાઈઝા ટેસ્ટ છે જ્યારે હોસ્પિટલમાં કરાતા રેપિડ ટેસ્ટ પોઝિટિવની સંખ્યા તેના કરતા પણ વધુ છે. ડેન્ગ્યુ ઉપરાંત મલેરિયાના 21 જ્યારે ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે.

વરસાદની પેટર્નને કારણે ડેન્ગ્યુના કેસ વધતા મ્યુનિસિપલ કમિશનરે લોકોને ઘરે ઘરે જઈને સમજાવવા ઉપરાંત રાત્રી સભાઓ માટે આદેશ કર્યો હતો. જેથી મલેરિયા શાખાના કર્મચારી રાત્રીના સમયે અલગ અલગ સોસાયટીમાં જઈને પ્રોજેક્ટર ઉપર મચ્છરજન્ય રોગની માહિતી અપાય છે.

ટાઈફોઈડનું પણ પ્રમાણ વધ્યું
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય ઉપરાંત પાણીજન્ય રોગચાળાનું પણ પ્રમાણ વધ્યું છે. એક જ સપ્તાહમાં ટાઈફોઈડના 79 કેસ તેમજ અન્ય ઝાડા-ઊલટીના 113 કેસ નોંધાયા છે. આ સિવાય સામાન્ય તાવ અને શરદીના 569 કેસ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...