કોરોના રાજકોટ LIVE:3 દિવસ બાદ એક પોઝિટિવ કેસ નોંધાયો, 4 દર્દી સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 63706 પર પહોંચી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • એક સપ્તાહમાં શરદી-ઉધરસના 185, તાવના 71 અને ઝાડા-ઊલ્ટીના 109 કેસ નોંધાયા

રાજકોટ મહાનગરમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ આજે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આથી એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી. આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63706 થયો છે. જે સામે કુલ 63203 દર્દીઓ કોરોના મુકત થયા છે.

125 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું
મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્યના પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરાઇ રહ્યા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 9થી 15 મે સુધીમાં પોરાનાશક કામગીરી હેઠળ 15,338 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. જ્યારે 125 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેડ ફોગિંગ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું
સોરઠિયા પ્લોટ, બાપુનગર ક્વા., જૂના ગણેશનગર, કેવડાવાડી, વસુંધરા સોસા., સ્લમ ક્વા., લલુડી વોકળી, ઘાંચીવાડ, નવયુગ૫રા, કોઠારિયા કોલોની, લોર્ડ કિષ્ના સોસા., ઘનશ્યામ સોસા., (રેલનગર), ઘનશ્યામ વાટીકા 1, 2, પો૫ટપરા, અમૃત રેસિડેન્સી, મહાદેવનગર (રેલનગર), ડો. હેડગ્રેવાડ ટાઉનશી૫ (રેલનગર), પરસાણાનગર, અંકુર સોસા., વગેરે વિસ્તારોને ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.