ભાસ્કર ઈમ્પેક્ટ:પાંખો કપાઈ : વાય.કે. ગોસ્વામીને સ્માર્ટ સિટીના નિરિક્ષકની ભૂમિકા, મિત્રા સિટી બસ સંભાળશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવાસ કૌભાંડ તેમજ પરેશ જોશી આપઘાતમાં ભાસ્કરે જે બે અધિકારીને ખુલ્લા પાડ્યા તેની બદલી

રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનામાં ગેરકાયદે ફાળવણી, બારોબાર ભાડે આપવા તેમજ જગ્યા છોડવા સહિતના 3 કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો અને તેમાં સિટી ઈજનેર અલ્પના મિત્રાની સંડોવણી પણ બહાર પાડી હતી. ત્યારબાદ ઈજનેર પરેશ જોશી આપઘાત પ્રકરણમાં સૌથી પહેલા ભાસ્કરે જ ઈન્વેસ્ટિગેશન કરીને કોન્ટ્રાક્ટર અને ઉપરી અધિકારીઓનું દબાણ હોવાનો તેમજ સિટી ઈજનેર સામે ત્રાસ આપતા હોવાની ફરિયાદનો ઘટસ્ફોટ કર્યો હતો. આ બંને સિટી ઈજનેર સામે આખરે મ્યુનિસિપલ કમિશનરે પગલાં લઈ બદલી કરી છે.

સિટી ઇજનેર અલ્પના મિત્રા ‘કલાત્મક’ બાંધકામની છાપ ધરાવે છે, પણ હવે જ્યાં કલાત્મકતાની ઓછી જરૂર છે તેવા સિટી અને બીઆરટીએસ બસના સંચાલનની જવાબદારી આરઆરએલના જનરલ મેનેજર તરીકે આપી દેવાઈ છે. આવાસ યોજના સિનિયર સિટી ઈજનેર એચ.યુ. દોઢિયાને બ્રિજ સેલ ઉપરાંત આવાસ વિભાગની જવાબદારી આપી છે તેમજ શાળા અને મોટા બાંધકામો જે તે ઝોનના સિટી ઈજનેરને સોંપાશે.

ઈસ્ટ ઝોનના સિટી ઈજનેર, આજી રિવરફ્રન્ટ, અર્બન ફોરેસ્ટ સહિતની વાય. કે. ગોસ્વામીને ઘણી સત્તા હતી પણ તેમને સત્તાથી મુક્ત કરી સ્માર્ટ સિટીના જનરલ મેનેજર બનાવ્યા છે. તેમના સ્થાને ઈસ્ટ ઝોનના સિટી ઈજનેર તરીકેનો ચાર્જ ના.કા.ઈ. પી.ડી. અઢિયાને અપાયો છે, જ્યારે અમૃત મિશન વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કે.એસ. ગોહેલને તેમજ એમ. આર. કામલિયા પાસે રહેલો રેસકોર્સ સંકુલ ડેવલપમેન્ટની જવાબદારી તે જ ઝોનના સિટી ઈજનેર એચ. એમ. કોટકને અપાઈ છે. આ ઉપરાંત 41 ડે. ઈજનેરની બદલી કરાઈ છે. ટેક્નિકલ વિજિલન્સમાં શેઠની નિમણૂક કરાઈ છે જ્યારે હિમાંશુ દવેને વોર્ડ નં.1ના એન્જિનિયર બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...