સ્વદેશ દર્શન ટ્રેન:મદુરાઈ, કન્યાકુમારીની યાત્રા કરાવશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટથી 20 નવેમ્બરે સ્પેશિયલ ટ્રેન ઉપડશે, 28મીએ પરત આવશે: બુકિંગ શરૂ કરાયું

આઈઆરસીટીસીએ સ્વદેશ દર્શન સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન રાજકોટથી 20 નવેમ્બરના રોજ ઉપડશે અને 28 નવેમ્બરે પરત આવશે. સ્વદેશ દર્શન સ્પેશિયલ ટ્રેનમાં આઈઆરસીટીસી યાત્રિકોને રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી અને તિરુપતિ સહિતના સ્થળોના દર્શન કરાવશે. આ ટ્રેનમાં યાત્રાનો લાભ લેવા માટે બુકિંગ રેલવે દ્વારા શરૂ કરી દેવાયું છે.

આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી, વડોદરા, કલ્યાણ અને પુણે સ્ટેશનથી પણ બેસી શકશે. વધુ માહિતી માટે www.irctctourism.com પર લોગ ઇન કરી યાત્રિકો જાણકારી મેળવી શકશે. આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે. આઈઆરસીટીસી સમયાંતરે યાત્રિકને ભારત દર્શન માટે જુદા જુદા રૂટની ટ્રેન જાહેર કરતું હોય છે જેમાં હાલ 20મી નવેમ્બરથી યાત્રિકોને દક્ષિણ ભારતની યાત્રા કરાવશે અને આ ટ્રેન રાજકોટથી ઉપડી રાજકોટ પરત ફરશે.

મુસાફરોની સલામતી માટે તમામ મુસાફરોની ટ્રેન દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે, “આરોગ્ય-સેતુ’ એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે.

મુસાફરી માટે IRCTCએ પેકેજ જાહેર કર્યા
સ્વદેશ દર્શન ટ્રેન યાત્રાનો લાભ લેવા માટે IRCTCએ જુદા જુદા ત્રણ પેકેજ જાહેર કર્યા છે જેમાં બજેટ ક્લાસ મુસાફરી માટે રૂપિયા 13,900નું બજેટ રખાયું છે જ્યારે સ્ટાન્ડર્ડ ક્લાસ માટે 15,300 રખાયા છે અને કમ્ફર્ટ ક્લાસ એટલે કે 3AC કોચમાં મુસાફરી કરવા માટે 23,800નું બજેટ રખાયું છે.

યાત્રિકોને આટલી સુવિધાનો લાભ મળશે
આ પેકેજ માં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા, ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન રાજકોટથી નીકળી રાજકોટ પરત ફરશે.

ઓખા-ગોરખપુર 18 ડિસેમ્બર ડાઈવર્ટ કરાઈ
ઉત્તર મધ્ય રેલવે આગ્રા ડિવિઝનના આગ્રા સિટી-રાજા કી મંડી સ્ટેશન વચ્ચેના ટ્રેકના પુનર્નિર્માણના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર એક મહિનો દોડશે. જેને કારણે ઓખાથી 20 નવેમ્બરથી લઈને 18 ડિસેમ્બર સુધી ઉપડનારી ટ્રેન ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ વાયા આગ્રા કેન્ટ-આગ્રા ફોર્ટ-યમુના બ્રિજ થઈને દોડશે. જ્યારે રિટર્નમાં પણ 17 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ડાયવર્ટ રૂટ પર ચાલશે.

અન્ય સમાચારો પણ છે...