તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શ્રુતિ સાથે લગ્ન કરીશ? કહી યુવાનને 10 શખ્સે અપહરણ કરી માર માર્યો

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરમાં છ દિવસ પહેલા યુવાનને દસ અજાણ્યા શખ્સે અપહરણ કરી માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૂળ તાલાલાના મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સાંકેત હાઇટ્સમાં પિતરાઇભાઇ સાથે રહી વેપાર કરતા નિરજ મોહનભાઇ બાણુગારિયાની ફરિયાદ મુજબ, તેની સગાઇ સુરતની શ્રુતિ સાથે થવાની છે. ગત તા.2ની સાંજે મવડી ગામ તરફ જવાના રસ્તે પહોંચતા ત્રણ બાઇકમાં ધસી આવેલા આઠથી નવ શખ્સ પૈકી એક શખ્સે તું શ્રુતિ સાથે લગ્ન કરીશ? તેમ કહી માર માર્યો હતો. આ સમયે મવડી હેડ ક્વાર્ટરમાં રહેલી મહિલાઓએ મારવાની ના પાડતા છરી બતાવી બળજબરીથી બાઇકમાં બેસાડી થોડે દૂર અવાવરું સ્થળે લઇ ગયા હતા. અને ફરી માર માર્યો હતો. આ સમયે તકનો લાભ લઇ તે શખ્સોની ચુંગાલમાંથી પોતે ભાગીને ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે પહોંચ્યો હતો. ત્યાર બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તાલુકા પોલીસ પહોંચ્યો હતો. સીસીટીવીના આધારે દસ પૈકી એક શખ્સ સાગર રમણીક વિરડિયા હોવાનું પોતે ઓળખી બતાવ્યો હતો. અંતે તાલુકા પોલીસે પોતાની ફરિયાદ પરથી સાગર વિરડિયા સહિત દસ શખ્સ સામે અપહરણ કરી માર મારવાનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો