આપની પોલીસને સલાહ:ગ્રેડ-પે મળશે, ભથ્થા માટે કોઇ શરત સ્વીકારતા નહીં

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ પહોંચેલા કેજરીવાલના સરકાર પર પ્રહાર, રાજ્યના તમામ કર્મચારીઓ દુ:ખી છે

દ્વારકાનો પ્રવાસ કરીને રાજકોટ આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, મારી માગણી બાદ ગુજરાત સરકારે પોલીસના ગ્રેડ-પેની વાત તો સ્વીકારી નહોતી પરંતુ ચૂંટણીને ધ્યાને લઇને પોલીસના ભથ્થા વધાર્યા છે.

અને તેમાં પણ ભવિષ્યમાં ગ્રેડ પે નહીં માગવા અને વિરોધ નહીં કરવા સહિતની શરતો સહિતનું ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારની કોઇ શરત માનવાની જરૂર નથી, આપની સરકાર બન્યે પોલીસને ગ્રેડ પે આપવામાં આવશે.

કેજરીવાલે સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે, પોલીસ જ નહી પરંતુ આરોગ્ય કર્મચારીઓ, એસટી કર્મચારી, શિક્ષકો સહિતના તમામ સરકારી કર્મચારીઓ સરકારની નીતિથી દુ:ખી છે, કર્મચારી દુ:ખી હશે તો સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો સારી રીતે અમલ કેવી રીતે કરાવશે?, કર્મચારીઓના પ્રશ્નો હલ કરવાની તેમણે ખાતરી ઉચ્ચારી હતી હતી.

અન્ય સમાચારો પણ છે...