તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ-પત્ની વચ્ચે વિવાદ:પત્નીએ કહ્યું, નવો ફ્લેટ, વોશિંગ મશીન, હિસાબ જોઇએ, સાસુ સાથે નહીં રહું : અન્યથા છૂટાછેડા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પિયરમાં સુખ સુવિધા છે એવી જ સગવડતા જોશે કહી કકળાટ કરતા પતિ-પત્ની વચ્ચે થયો વિવાદ

પ્રેમલગ્નના અનેક કિસ્સાઓ બને છે પણ શહેરના મવડી વિસ્તારમાં પ્રેમલગ્નના 10 વર્ષ બાદ મહિલાએ સુખ સગવડતા ન આપી શકતા હોય તો છૂટાછેડા આપે તેવી માંગ કર્યાનો બનાવ નોંધાયો છે. મવડી વિસ્તારમાં રહેતી સીમા(નામ બદલાવેલ છે) જણાવ્યું કે, તેમના પિયર પક્ષે નવો ફ્લેટ લેતા તેને પણ નવા ફ્લેટમાં રહેવા જવું છે પણ પતિ ખરીદતો નથી. પિયરે જૂનું મકાન આપવાનું કહ્યું તો ત્યાં પણ રહેવા જતો નથી. કાઉન્સિલરે શું શું જોઇએ તેવું પૂછતા મહિલાએ પોતાનું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં સારો ફ્લેટ, વોશિંગ મશીન, ઘરઘંટી તેમજ ઘરનો તમામ વહેવાર એટલે કે હિસાબ પણ પોતાની પાસે રાખે તેવી માંગ કરી હતી.

ઘરમાં તેમની સાથે સાસુ રહે છે તે સાસુ બીજે મોકલી આપે તેવી પણ માંગ કરી હતી. પતિએ જણાવ્યું કે તે નોકરી કરે છે અને ફ્લેટ લેવાનો જ છે તેના માટે થોડો સમય જોશે પિયરે આપેલા મકાનમાં નથી જવું. 181 ટીમના કાઉન્સિલરે સલાહ આપી કે સીમા પણ નોકરી કરે તો સીમાએ કહ્યું કે, નોકરી કરે તો ઘરનું કામ નથી થતું! આખરે તેમને સમજાવ્યા કે જેટલી આવક છે તેમાં જ હાલ ઘર ચલાવવું જોઇએ બીજાનું જોઈને પોતાના ઘરમાં વિવાદ કરવો યોગ્ય નથી તેમજ પતિને પણ શાંત ચિતે મહિલાને સાંભળવા કહેતા આખરે સમાધાન થયું હતું અને સીમાએ છૂટાછેડાનો વિચાર માંડી વાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો